________________
હયા.
કેતકી...
(૮),
રેવતીમિત્રસૂરિ, શ્રી ભદ્રગુપ્તસૂરિ, શ્રી ગુપ્તસૂરિ અને શ્રી વજસૂરિ-એ દસ દશપૂર્વધર યુગપ્રધાનો થયા. આર્ય વજસ્વામીથી આર્ય વજી (વૈરી) શાખા નીકળી.
આવજસ્વામીના આર્યવજસેન, આર્યપઘ અને આર્ય રથ-એમ ત્રણ પટ્ટધર થયા. તેમાં આર્યવજસેનથી આર્યનાગિલા, આર્ય પદ્મથી આર્ય પદ્મા અને આર્થરથથી આર્ય જયંતીના શાખાનીકળી. આર્ય રથની પાટે કૌશિકગોત્રી આર્ય પુષ્યગિરિ, તેમની પાટે ગૌતમગોત્રી આર્ય ફલ્યુમિત્ર, તેમની પાટે વાસિગોત્રી આર્ય ધનગિરિ, તેમની પાટે કુસ્યગોત્રી આર્ય શિવભૂતિ, આર્ય શિવભૂતિની પાટે કાશ્યપગોત્રી આર્ય ભદ્ર, તેમની પાટે કાશ્યપગોત્રી આર્ય નક્ષત્ર, તેમની પાટે કાશ્યપગોત્રી આર્ય રક્ષ, આર્ય રક્ષની પાટે ગૌતમગોત્રી આર્ય નાગ, તેમની પાટે વાસિષ્ઠ ગોત્રી આર્ય જેહિલ, તેમની પાટે માઢરગોત્રી આર્ય વિષ્ણુ, તેમની પાટે ગૌતમગોત્રી આર્ય કાલક તથા તેમની પાટે આર્ય સમ્પલિત અને આર્ય ભદ્ર એ બે ગૌતમગોત્રી થયા. તે બંનેની પાટે ગૌતમગોત્રી આર્ય વૃદ્ધ થયા અને તેમની પાટે ગૌતમ ગોત્રી આર્ય સંઘપાલિત થયા. તેમની પાટે કાશ્યપગોત્રી આર્ય હસ્તિ, તેમની પાટે સુવ્રતગોત્રી આર્ય ધર્મ, તેમની પાટે કાશ્યપગોત્રી આર્ય સિંહ, તેમની પાટે કાશ્યપગોત્રી આર્ય ધર્મ અને તેમની પાસે આર્યશાડિલ્ય અંતેવાસી થયા. આમ અહી ચોંટીશ પાટ સુધીની પટ્ટાવલી મળે છે.
હવે વંદનગાથાઓ શરુ થાય છે.
(૧) હું ગૌતમગોત્રીય આર્ય ફલ્યુમિત્રને, વાશિષ્ઠગોત્રીય આર્યધનગિરિને, કુત્સગોત્રીય આર્ય શિવભૂતિને, તથા કૌશિકગોત્રીય આર્યદુર્યન્તકૃષ્ણને વંદન કરું છું.
(૨) તેમને મસ્તકથી વંદન કરી હવે કાશ્યપગોત્રીય ભદ્રને, તથા કાશ્યપગોત્રીય નક્ષત્રને તથા કાશ્યપગોત્રીય આર્ય રક્ષને વંદન કરું છું.
૩૦૪ wwwrelibrary
dan Education remational
For Private & Personal Use Only