________________
શ્રીવજસ્વામીએ અનેક શાસનપ્રભાવક કાર્યો કર્યા. એકવાર કફ મટાડવા લવાયેલો અને કાનપર રખાયેલો સુંઠનો ગાંગડો પ્રતિક્રમણ વખતે પડ્યો. ત્યારે આ વાપરવાનો રહી ગયો ને તેથી દોષ લાગ્યો, એમ વિચારી આ પ્રમાદ કેમ થયો? એ વિચારતા પોતાનું આયુષ્ય હવે થોડું જ બાકી છે, તેના પ્રભાવે આ વિસ્મરણ થયું, એ ખ્યાલ આવવાથી પોતે સાવધ થયા. પોતાના પટ્ટધરશિષ્ય આર્ય વજસેનને કહ્યું-હવેથી બાર વર્ષીય દુકાળ શરુ થશે. જે દિવસે તમને લાખમૂલ્યવાળા ભાત ગોચરીમાં મળે, તેના બીજા દિવસથી સુકાળ થશે. એમ કહી અન્યત્ર વિહાર કરાવ્યો. અને પોતે સાથે રહેલા બીજા સાધુઓ સાથે અનશન કરી રથાવર્તગિરિ પર કાળધર્મ પામી દેવલોકમાં ગયા. વજસ્વામીના કાળધર્મ સાથે મધ્યમ ચાર સંઘયણ વિચ્છેદ પામ્યા. વજસ્વામી છેલા સંપૂર્ણ દસ પૂર્વધર હતા.
તે પછી બારવર્ષે સોપારક ગામે જિનદત્ત શ્રાવક અને ઇશ્વરી નામની શ્રાવિકાના ઘરે લાખ મૂલ્યવાળા ભાત રંધાયા પછી જીવવું અકારું થવાથી એમાં ઝેર ભેળવવાનું હતું. ત્યારે આર્યવનસેને ગુરુવચન યાદ કરી એમને અટકાવ્યા. અને લાખમૂલ્યવાળા ભાત વહોર્યા. બીજા દિવસથી સુકાળ થયો. પછી જિનદત્ત પત્ની અને (૧) નાગેંદ્ર (૨) ચંદ્ર (3) નિવૃત્તિ અને (૪) વિદ્યાધર, આ ચાર પુત્રો સાથે દીક્ષા લીધી.
એ ચારેય પુત્રોના નામની એક એક શાખા નીકળી. વજસ્વામી પાસેથી આપણે વિવેકયુક્ત વૈરાગ્ય અને અપ્રમત્ત કઠોર સાધનાનો ગુણ પ્રાપ્ત કરવો જોઇએ.
આર્ય સમિત સૂરિએ પગે લેપ કરી નદીપર ચાલતા તાપસની પોલ ખુલ્લી કરાવી. પછી પોતાના યોગચૂર્ણના બળથી નદીમાં માર્ગ મેળવી બ્રહ્મદ્વિીપમાં રહેલા તાપસીને પ્રતિબોધ આપી દીક્ષા આપી. એ દીક્ષિત તાપસીની બ્રહ્મદીપિકા શાખા નીકળી.
છેલ્લા ચૌદપૂર્વ આર્ય શ્રી સ્થૂલભદ્રજી પછી આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તિસૂરિ, શ્રી ગુણસુન્દરસૂરિ, શ્રી શ્યામાર્ય, શ્રી સ્કંદિલાચાર્ય, શ્રી ધર્મસૂરિ, શ્રી
૩૩
For Prve & Personal Use Only