________________
પધાર્યા ત્યારે આ વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકો માતાના પક્ષમાં હતા. સંઘ પિતાના પક્ષમાં. મામલો રાજા પાસે ગયો. રાજાએ કહ્યું- બાળકને મધ્યમાં રાખો, એક બાજુ માતા રહે. બીજી બાજુ પિતા. બાળક જેની પાસે જાય, એનો થશે. પહેલા માતાએ મીઠાઇ, રમકડા વગેરે ઘણી ઘણી વસ્તુઓથી વજને આકર્ષવા મહેનત કરી. પણ માતાને મોહ થશે તો દીક્ષા અટકશે, એમ માનતા વજે માતાની સામે જોયું પણ નહીં, છેવટે માતાએ ખૂબ કલ્પાંત કર્યો, તો પણ વજ વજ જેવા રહ્યા. (સાધના માટે આગળ વધવા ઇચ્છનારે સંસારના પ્રલોભનો અને સંસારીઓની લાગણી સામે અડગ-કઠોર બન્યા વિના ચાલે જ નહીં) માતા થાકી. હવે પિતાનો વારો આવ્યો. પિતા મુનિરાજે ઓઘો બતાવ્યો. જેને માટે દેવલોકથી તીવ્ર ઝંખના હતી, તે મેળવવા આનંદ- ઉત્સાહથી વજ દોડ્યા. ઓવો લઇને એવા નાચ્યા કે માતાનો મોહ પણ ઉતરી ગયો. વજસ્વામી સાથે સુનંદાએ પણ દીક્ષા લીધી. જૈન ઇતિહાસમાં ત્રણ વર્ષની ઉંમરે દીક્ષાનો આ એક અનોખો પ્રસંગ નોંધાયો. વજસ્વામી બાળપણથી જ વિશિષ્ટ જ્ઞાની અને અપ્રમત્ત હતા. પૂર્વભવના મિત્રદેવોએ બે વખત એમની પરીક્ષા કરી. બંને વખત વજસ્વામી અપ્રમત્ત રહ્યા. (તે વખતે તેમની ઉંમર ૮-૧૦ વર્ષની જ હતી, તેથી પ્રસન્ન થયેલા દેવોએ વૈક્રિયલબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી. યુવાવયે પણ પ્રૌઢ, ગંભીર, જ્ઞાની વજ સ્વામીની વાતો સાંભળી ધનશ્રેષ્ઠીની અત્યંત રૂપવતી કન્યા રુક્મિણી કરોડો સોનામહોરના દહેજ સાથે પરણવા તૈયાર થઇ. ત્યારે શ્રી વજસ્વામીએ વૈરાગ્યદેશનાથી એ કન્યાને પણ વૈરાગી કરી દીક્ષા આપી. જેણે બાળવયે જ લીલામાત્રમાં મોહસાગરને ખાબોચિયું બનાવી દીધેલો, તેવજસ્વામીને સ્ત્રીરૂપી નદીનું સ્નેહરૂપી પૂર ડૂબાડે તે બને જ શી રીતે ? એમણે એકવાર દુકાળવખતે સંઘને પટપર બેસાડી વિઘાશક્તિથી સુકાળસ્થાનેલાવી સંઘભક્તિ કરી હતી. તે સ્થાનના બૌદ્ધ રાજાએ દેરાસરોમાટે ફૂલનો નિષેધ કર્યો હતો. ત્યારે ફરી સંઘસેવામાટે રાજાને પ્રતિબોધ પમાડવા અને પરમાત્મ ભક્તિને અખંડ રાખવા પર્યુષણપર્વ વખતે પuસરોવરમાં રહેલી શ્રીદેવીપાસેથી મહાપદ્મ મેળવી અને હુતાશન વનમાંથી વીશલાખ લોલાવી શ્રાવકો પાસે પ્રભુભક્તિ કરાવી. તેથી રાજા પણ પ્રતિબોધ પામી જેન બન્યા. આર્ય વજસ્વામી આર્ય ભદ્રગુપ્તસૂરિ પાસે દસ પૂર્વ ભણ્યા હતા. અને આર્યરક્ષિતસૂરિ આર્ય વજસ્વામી પાસે સાડા નવ પૂર્વ ભણ્યા હતા. આવા | ૩૦૨
an Education
tematical
baryo