________________
આહાર ન મળવાથી ઘણું શ્રત ભૂલાવા માંડ્યું. દુકાળ પૂરો થયા પછી પાટલીપુત્રમાં શ્રી સ્થૂલભદ્રજીની આગેવાની હેઠળ શ્રમણ સંઘ એકત્રિત થયો. શ્રુત સંકલન કર્યું. અને તે કાળે શ્રી ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વી હોવાથી પાંચ સો સાધુઓને તેઓની પાસે ભણાવવાની ગોઠવણ કરી.
શ્રી ભદ્રબાહુસ્વામી દરરોજ સાત વાચનાથી તેઓને ભણાવવા લાગ્યા. બીજા સાધુઓ તેટલો પાઠ ઓછો પડવાથી ઉદ્વિગ્ન થઈ જતા રહ્યા. માત્ર એક શ્રી સ્થૂલભદ્રજી બે વસ્તુન્યૂનદશ પૂર્વ સુધી ભણ્યા. એકવાર યક્ષા વગેરે સાત દીક્ષિત થયેલી બેનો વંદન કરવા આવી. જ્ઞાનથી તેઓને આવતાં જાણીને પોતે કેટલું બધું અને કેવું ભણ્યા છે? તે બતાવવા શ્રી સ્થૂલભદ્રજીએ સિંહનું રૂપ લીધું. સાધ્વીઓ શ્રી ભદ્રબાહુસ્વામીને વંદન કરી જ્યાં શ્રી સ્થૂલભદ્રજી હતા, ત્યાં વંદન કરવા ગયા, ત્યારે સિંહને જોઈ ડરીને તરત શ્રી ભદ્રબાહુસ્વામી પાસે આવી વાત કરી. એમણે પણ જ્ઞાનબળથી હકીક્ત જાણી તેઓને આશ્વાસન આપી ફરી મોકલ્યા. તે સમયે શ્રી સ્થૂલભદ્રજી એ મૂળ રૂપ કર્યું હતું.
સાધ્વીઓએ વંદન કરી, વિદ્યાશક્તિની પ્રશંસા કરી, પછી “નાનાભાઈ શ્રીયકને દીક્ષા પછી સંવત્સરીના ઉપવાસની પ્રેરણા કરી, શ્રીયક ઉપવાસમાં જ કાળ કરી ગયા, એમાં અમે નિમિત્ત બન્યાકે નહીં? તે જાણવા સંઘે કાઉસગ્ન કરી બોલાવેલી શાસનદેવી સાથે મહાવિદેહમાં શ્રી સીમંધરસ્વામી પાસે ગઈ, ત્યાં સંતોષકર જવાબ મળ્યો અને ભરતક્ષેત્રના આરાધકો માટે તેમણે આપેલા ચાર અધ્યયન લઈ આવી” વગેરે વાતો કરી. પછી તેઓ ગયા. શ્રી સ્થૂલભદ્રજી કંદર્પને જીતી ગયા, પણ શ્રુતસંબંધી દર્પ સામે હારી ગયા. શ્રુત-વિદ્યાને વ્યક્તિગત માન-પ્રશંસા માટે ઉપયોગમાં લેવાએ દુરુપયોગ છે. શ્રી સ્થૂલભદ્રજી જેવા દસ પૂર્વે અહીંથાપ ખાઈ ગયા. તેથી ફરીથી ભદ્રબાહુસ્વામી પાસે પાઠમાટે ગયા, ત્યારે એમણે પાઠ આપવાની ના પાડી. સંઘે વિનંતી કરી. તો સંઘની આજ્ઞા શિરોમાન્ય કરી છેલ્લા ચાર પૂર્વ ભણાવ્યા ખરા, પણ માત્ર સૂત્રથી, અર્થથી નહીં. અને શ્રી સ્થૂલભદ્રજીને આજ્ઞા કરી કે તમારે કોઈને છેલ્લા ચાર પૂર્વભણાવવા નહીં (જૈનશાસન માને છે કે ઉત્તમ વસ્તુ- | ર૯૩
વાકે નહીં? તે જાણવા સંધે કાઉસ
લઈ આવી વગેરે વાતો કરી. પછી તેમાં
જેવા દસપૂર્વ અર્ણ થાપણ
Gain Education international
For Private & Fersonal Use Only
www
brary ID