________________
ઉત્તમ શ્રુતનોનાશ પરવડે, પણ એનો દુરુપયોગ તો કોઈ પણ સંયોગમાંનચાલે. કેમકે તેથી સ્વ-પર ઘણાનું અહિત થાય.) શ્રી સ્થૂલભદ્રજી બ્રહ્મચર્યની વિશિષ્ટ શક્તિથી મંગલભૂત બન્યા છે. ‘ચોર્યાશી ચોવીશી સુધી અમર રહેશે’ એવું સંભળાય છે. તેમની પાસે તો ખાસ બ્રહ્મચર્ય ગુણનો અંશ જ માંગી લેવા જેવો છે. ચાલો એમનો જાપ
કરીએ...
ઓં લીં શ્રી સ્થૂલભદ્રસ્વામિને નમઃ
આમ છેલ્લા કેવલી શ્રી જંબુસ્વામી, તથા શ્રી પ્રભવસ્વામી, શ્રી શય્યભવ, શ્રી યશોભદ્ર, શ્રી સંભૂતિવિજય, શ્રી ભદ્રબાહુજી અને શ્રી સ્થૂલભદ્રજી – એ છે શ્રુતકેવલી એટલે સંપૂર્ણ ચૌદપૂર્વી થયા.
ગૌતમગોત્રી શ્રી સ્થૂલભદ્રજીના બે પટ્ટધર, એક એલાપત્યગોત્રી આર્યમહાગિરિજી, બીજા વાસિષ્ઠગોત્રીય આર્ય સુહસ્તિસૂરિજી થયા, તેઓનું સ્વરૂપ આ પ્રમાણે છે. શ્રી મહાગિરિજી તે કાળે શ્રી જિનકલ્પનો વિચ્છેદ થવા છતાં વિશિષ્ટ કર્મનિર્જરા કરવા શ્રી જિનકલ્પનો અભ્યાસ કરતા હતા. એમની પ્રશંસા આર્ય સુહસ્તિસૂરિએ એક શેઠના ઘરે કરી હતી.
એક વાર બાર વર્ષીય દુકાળ પ્રસંગે શ્રી સુહસ્તિસૂરિજી કૌશામ્બિમાં પધાર્યા. ત્યાં તેમના સાધુ ભિક્ષાર્થે ગયા, ત્યારે ભૂખથી ટળવળતો એક ભિખારી તેમની પાછળ ગયો. સાધુઓને ગૃહસ્થોએ ઉત્તમ ભિક્ષા આપી, તે જોઇને તે ભિખારીએ સાધુઓ પાસે ભોજન માંગ્યું, સાધુઓએ કહ્યું કે - “ભોજનના માલિક અમારા ગુરુ છે.” તેથી તે પાછળ પાછળ ગુરુ પાસે ગયો અને શ્રી સુહસ્તિસૂરિજી પાસે ભોજન માંગ્યું. તેઓએ શ્રુતજ્ઞાનના બળપર ભાવમાં થનારો ઉપકાર જાણીને કહ્યું કે- ‘તું
| ૨૯૪
Gain Education International
For Private & Personal Use Only
www.ebay.org