________________
આંબાની લુંબ તોડવીદુષ્કર નથી, અને સરસવ ઉપર નાચવું, તે પણ દુષ્કર નથી. દુષ્કર તો તે છે કે – મુનિ સ્થૂલભદ્રજી સ્ત્રીરૂપી વનમાં વસવા છતાં લેપાયા નહીં. પર્વત ઉપર, ગુફામાં, નિર્જન પ્રદેશમાં કે વનમાં રહીને મોહને વશ કરનારા હજારો થયા છે, પરંતુ અતિ રમ્ય ચિત્રશાળામાં અને વેશ્યાના સહવાસમાં રહીને કામને જીતનારા તો એક જ સ્થૂલભદ્ર છે, કે જે અગ્નિમાં પ્રવેશ કરવા છતાં દાક્યા નહીં. કાજળની કોટડીમાં રહેવા છતાં ડાઘ લાગ્યો નહિં, ખડ્રગની ધાર ઉપર ચાલવા છતાં ભેદાયા નહિં, અને કાળા સાપના બિલમાં રહેવા છતાં ડસાયા નહિં અર્થાત્ તેઓએ એવું દુષ્કર-દુષ્કર કાર્ય કર્યું.
રાગી વેશ્યા, તે પણ સદા આજ્ઞાધીન, પસ ભોજન, મનોહર ચિત્રશાળા, રૂપવંત મોહક શરીર, યૌવન વય, વર્ષા ઋતુનો સમય, વગેરે કામને જાગૃત કરનારા બધા નિમિત્તોની વચ્ચે રહીને જેણે કામને જીત્યો તથા યુવતી કોશાને પ્રતિબોધ કરવામાં કુશળ તે શ્રી સ્થૂલભદ્ર મુનિને હું વંદન કરું છું.
‘હેકામ! સ્ત્રી તારું મુખ્ય શસ્ત્ર, વસંતઋતુ, કોયલનો ટહુકાર, પંચમ રાગ, ચન્દ્ર વગેરે તારા સુભટો, સમર્થ મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ (જૈનેતર માન્ય આ દેવો તેઓના જ મતે કામને વશ થયેલા) તારા સેવકો, છતાં એક મુનિએ તને કેમ હરાવ્યો? શું નર્દિષેણ, અર્ધકુમાર અને રથનેમિ (આ બધા એકવાર કામદેવ સામે પરાજિત થયેલા) જેવા તને સ્થૂલભદ્ર જણાયા? એટલું તું ન સમજ્યો કે- શ્રી નેમિ પ્રભુ, જંબૂકુમાર અને સુદર્શનની જેમ આ ચોથો મને હરાવશે ? ખરેખર ! શ્રી નેમિનાથ કરતાં પણ શ્રી સ્થૂલભદ્રનું પરાક્રમ અપેક્ષાએ વિચારણીય છે. શ્રી સ્થૂલભદ્ર એક જ કામવિજેતા મહા સુભટ છે, કારણ કે- શ્રી નેમિનાથે ગિરનાર ઉપર જઈને કામને જીત્યો, ત્યારે શ્રી સ્થૂલભદ્રે તો કામના ઘરમાં પેસીને કામને જીત્યો – એમ અમે માનીએ છીએ.’ ઇત્યાદિ કોશા પાસેથી સાંભળીને રથકાર આશ્ચર્ય પામ્યો અને કોશાના ઉપદેશથી વૈરાગી બની ભોગને તજી સાધુ થયો. આ એકવાર બાર વર્ષનો દુકાળ પડ્યો. તેથી સાધુઓને પણ ભિક્ષાનમળવાથી ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વિચરવું પડ્યું. ત્યારે પઠન-પાઠનનો યોગ ન રહેવાથી, તથા | ૨૯૨
dain Education n
ational
www
ID