________________
સા.
♦
2)
લાગ્યા કે મંત્રીપુત્ર હોવાથી ગુરુએ સ્થૂલભદ્રજીને વિશેષ માન આપ્યું. અન્યથા નિત્ય ષડ્રસ ભોજન કરીને ચિત્રશાળાનાં સુખ ભોગવનારાને દુષ્કર-દુષ્કરકારક કેમ કહે? તેથી બીજા ચોમાસા વખતે ઈર્ષ્યાયુક્ત અહંથી સિંહગુફાવાસી મુનિએ કોશાને ત્યાં ચાતુર્માસ રહેવાની માગણી કરી. ગુરુએ ઘણી રીતે સમજાવ્યા, છતાં તે સાધુ ગુરુની અવજ્ઞા કરીને ત્યાં ગયા. તેમનું આવવાનું કારણ સમજી ગયેલી કોશાએ આવકાર આપ્યો. પણ આ મુનિ ટકી શક્યા નહીં. (એક તો બ્રહ્મચર્ય પાલન અઘરું, એમાં અહંકાર અને ગુરુઅવજ્ઞા ભળેલી, પછી શું બાકી રહે ?) કોશા પાસે અઘટિત માંગણી મૂકી. કોશાએ ધનની માંગણી કરી. અને તેમાટે નેપાળથી રત્નકંબળ લાવવા કહ્યું. કામથી પીડાતા એ સાધુ ભરચોમાસામાં નેપાળ ગયા. (એક વ્રતના ભંગમાં બધા વ્રત ભાંગે તેવી વાત શાસ્ત્રમાં આવે છે.) ત્યાંના રાજાપાસેથી રત્નકંબળ લાવી કોશાને ધરી. કોશાએ એનાથી શરીર લુછી ગટરમાં ફેંકી દીધી. ત્યારે રત્નકંબળ ગટરમાં જવા પર અફસોસ કરતાં એ સાધુને કોશાએ અવસર જોઈ ટોણો માર્યો– તો તમે શું કરો છો ? તમે ગુરુએ આપેલા ત્રણ રત્નો આ ગટર જેવી કાયામાં ફેંકવા તૈયાર થયા છો, તેનું શું ? ટોણો અસર કરી ગયો. કોશાને ગુરુ માની એ સાધુએ તરત ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત કરી લીધું અને પછી સ્વયં સ્થૂલભદ્રજીના ગુણ ગાતા કહ્યું –
બધા સાધુઓમાં સ્થૂલભદ્રજી જ ખરા મહાત્મા છે. ગુરુએ તેઓને દુષ્કર-દુષ્કરકારક કહ્યા તે યોગ્ય જ છે. ફૂલોના, ફળોના, સુરાપાનના, માંસાહારના અને સ્ત્રીસંભોગના સ્વાદને જાણવા છતાં તેમાં જે ફસાતા નથી, તે સાચા દુષ્કર-દુષ્કરકારક છે, તેવા મહાત્માઓને વન્દન હો. એકવાર રાજાએ પ્રસન્ન થઈને એક રથકારની માંગણીથી કોશાને તેની સાથે ભોગ ભોગવવા આજ્ઞા કરી. રાજાની આજ્ઞાથી કોશાએ રથકારને રાખ્યો, પણ તેનું હૃદયથી સન્માન કર્યું નહીં. રથકારની સામે તે પ્રતિદિન સ્થૂલભદ્રજીના ગુણ ગાવા લાગી. ત્યારે રથકારે કોશાને પ્રસન્ન કરવા બાણની શ્રેણિઓ રચી બેઠા-બેઠા આંબાની લૂમ પોતાની પાસે લાવી પોતાની બાણકળા બતાવી. ત્યારે કોશા સરસવના ઢગલા પર સોઈ રાખી તેના પર ફૂલ ગોઠવી એના પર નાચતી નાચતી ગાવા માંડી.
For Private & Personal Use Only
Jain Education International
૨૯૧ www.janelibrary.org