________________
યા.
(૮)
તેમનો નાનો ભાઈ હતો. શ્રી સ્થૂલભદ્રજી કોશાવેશ્યાને ત્યાં રહી બાર વર્ષથી રંગરાગ મનાવી રહ્યા હતા.
વરરુચિ બ્રાહ્મણે ફુટ પ્રયોગથી રાજાનાં મનમાં શકડાલ મંત્રીપ્રત્યે દ્વેષ ઊભો કરાવી, આત્મહત્યાની ફરજ પાડી. તેથી શકડાલમંત્રીએ આત્મહત્યા કરી અને ત્યારે શ્રીયકે રાજાનો વિશ્વાસ જીતવા પિતાનું ડોકું કાપી નાંખ્યું. પછી સત્ય જાણી અફસોસ કરતાં રાજાએ શ્રીયકના આગ્રહથી સ્થૂલભદ્રને કોશાવેશ્યાને ત્યાંથી બોલાવી મંત્રીમુદ્રા ધરી. પણ સ્થૂલભદ્રે દુન્યવી પદવીનું અંતિમ પરિણામ જોઈ, અને વેશ્યાગમનની પણ છેવટની અવસ્થા અસારભૂત જાણી ત્યાં જ લોચ કરી દીક્ષા લીધી. દુર્ગંધવાળા સ્થાનેથી પસાર થતી વખતે પણ સ્વસ્થ રહેલા એમને જોઈ રાજાને પણ એમના સાચા વૈરાગ્ય પર શ્રદ્ધા બેસી.
ચોમાસુ સમીપ આવ્યે એક સાધુએ સિંહગુફાપાસે, બીજા સાધુએ ઝેરી સાપના બિલ પાસે અને ત્રીજા સાધુએ કૂવાની પાળપર ચોમાસુ કરવાની રજા ગુરુ પાસે માંગી, ત્યારે શ્રી સ્થૂલભદ્રે કોશાવેશ્યાને ત્યાં ચોમાસુ કરવાની રજા માંગી. ગુરુભગવંતે જ્ઞાનબળથી ચારેયની યોગ્યતા જોઈ રજા આપી. કોશાવેશ્યાએ સ્થૂલભદ્રને વિવિધ કામોત્તેજક ચિત્રોવાળા સ્થાને જ ઉતારો આપ્યો. રોજ વિવિધ રસવતી રસોઈ વહોરાવવા માંડી. ઉન્માદક નૃત્યો કરવા માંડ્યા. પૂર્વના વિલાસ યાદ કરાવવા માંડ્યા. હાવભાવ-નખરા ખૂબ કર્યા, પણ દરેક જીવતી ચામડીની અંદર છુપાયેલા પરમાત્મસ્વરૂપ પવિત્ર આત્માને જ જોવાની દૃષ્ટિ કેળવવા સમર્થ બનેલા સ્થૂલભદ્રજી જરાય ચલિત થયા નહીં. છેવટે કોશા હારી. અને શ્રી સ્થૂલભદ્ર પાસે શ્રાવકધર્મ સ્વીકાર્યો. રાજાએ મોકલેલા પુરુષ સિવાય બધા પુરુષોનો ત્યાગ કર્યો. સિંહગુફાવાસી મુનિના પ્રભાવથી સિંહ અહિંસક બની ગયો. અને સાપની બિલવાળા સાધુના પ્રભાવથી સાપ ક્રોધમુક્ત બન્યો. ચોમાસુ પૂર્ણ થયે સિંહગુફાવાસી વગેરે મુનિઓ ગુરુ પાસે આવ્યા ત્યારે ગુરુએ તેઓનું ‘દુષ્કર-કારક' કહીને સ્વાગત કર્યું. છેલ્લે સ્થૂલભદ્રજી પણ આવ્યા. ત્યારે તેમના અનન્ય પવિત્ર સત્ત્વ તથા બ્રહ્મચર્યથી અતિ પ્રસન્ન થઈ ગુરુએ તેમને ‘દુષ્કર-દુષ્કરકારક’ કહીને બોલાવ્યા. પૂર્વે આવેલા ત્રણેય મુનિઓ આ સહી શક્યા નહીં. અને અસૂયાથી વિચારવા
For Private & Personal Use Only
Jain Education International
૨૯૦
www.jainelibrary.org