________________
નિંદા અને ભદ્રબાહુસ્વામીની પ્રશંસા થઇ. એકવાર રાજાને ત્યાં પુત્ર જનમ્યો. વરાહમિહિરે કુંડળી બનાવી એનું આયુષ્ય સો વર્ષનું ભાડું, અને પછી રાજાને ફેંક મારી કે આ પ્રસંગે બધા આશીર્વાદ આપવા આવ્યા, પણ અભિમાની અને વ્યવહારને નહીં જાણતા ભદ્રબાહુસ્વામી આવ્યા નથી. આ વાત જાણી શ્રી ભદ્રબસૂરિએ કહ્યું કે- “સાતમે દિવસે બિલાડાથી રાજપુત્રનું મરણ થવાનું છે, તેથી અમે ગયા નથી.'
રાજાએ પુત્રને બચાવવાનગરમાંથી બધા બિલાડા બહાર કઢાવ્યા. તો પણ સાતમે દિવસે સ્તનપાન કરતા રાજપુત્ર ઉપર બિલાડાનો આકાર કોતરેલો આંગળીઓ પડવાથી તે મરી ગયો. એથી ભદ્રબાહુસ્વામીની સર્વત્ર પ્રશંસા થઈ અને વરાહમિહિરની નિંદા થઈ. આમ પોતાની નિંદા થવાથી વરાહમિહિર ક્રોધથી તાપસ થઇ મરીને વ્યન્તર થયો. નગરમાં મારીનો રોગ ફેલાવી લોકોને ઉપસર્ગ કરવા લાગ્યો. ત્યારે શ્રી ભદ્રબાહુસૂરિજીએ ‘ઉવસગ્ગહર’ સ્તોત્ર રચીને ઉપસર્ગનું નિવારણ કર્યું. કહ્યું છે કે- ઉવસગ્ગહર સ્તોત્ર બનાવી જે કરુણાસાગરે સંઘનું કલ્યાણ કર્યું, તે શ્રી ભદ્રબાહુસ્વામી જય પામો. (એમ કહેવાય છે કે પૂર્વે આ સ્તોત્ર સાત ગાથાનું હતું, અને એ ભણવા માત્રથી દેવ સાક્ષાત થતો હતો. પણ પછી લોકો મુલક કારણોસર સ્તોત્ર ભણી દેવને બોલાવવા માંડ્યા. તેડ્યા. તેથી દેવની ભદ્રબાહસ્વામીએ પોતાની શક્તિવિશેષથી લોકોને બંગાથા ભૂલાવી દીધી. પછી શ્રદ્ધાપૂર્વક પાંચ ગાથાના આ સ્તોત્રનો પાઠ કરનારને દેવ પરોક્ષ સહાય કરવા માંડ્યો. સામાન્ય પ્રજા ઉપયોગી દેખાતી વસ્તુનો પણ પ્રાયઃ ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે કરી નાખે છે,આ વાત ટી.વી. વગેરે બાબતથી આજે પણ પ્રત્યક્ષ અનુભવાય છે.) આ ભદ્રબાહુસ્વામીના અન્ય વિશેષ ગુણોમાં એક વિશિષ્ટગુણ એ હતો, કે સંઘને હંમેશા માથે રાખવો, સંઘઆજ્ઞા તહત્તિ કરવી. તેથી જ પોતાને મહાપ્રાણ ધ્યાન સિદ્ધ કરવું હતું, છતાં સંઘની આજ્ઞાને શિરોમાન્ય કરી શ્રી સ્થૂલભદ્રસ્વામી આદિ પાંચસો સાધુઓને સાત વાચનાદ્વારા ચૌદપૂર્વ ભણાવવા તૈયાર થયા.
માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિવિજયના શિષ્ય ગૌતમગોત્રીય શ્રી સ્થૂલભદ્રજી થયા. તેઓ નવમાં નંદ રાજાના મંત્રી શકપાલના પુત્ર હતા. શ્રીયક
૨૮૯
Gain Education Intematonal
For Private & Personal Use Only
w
ibrary