________________
અત્યારસુધી રહસ્ય નહીં ખોલવાનું કારણ બતાવ્યું. મનકમુનિ પાસેથી શ્રી શય્યભવસૂરિએ આપેલો આ ગુણ આત્મસાત્ કરીએ - શક્તિ પહોંચે ત્યાં સુધી બીજાની સેવા કરવી, બીજાના કામ કરવા, પણ બીજા પાસેથી સેવા લેવી નહીં. પછી સંઘના આગ્રહથી આચાર્ય ભગવંતે દસકાલિક ગ્રંથને વિસર્જિત કર્યો નહીં. બાકીના આગમોના વિચ્છેદ પછી પણ છેક છેવટ સુધી આ ગ્રંથ ટકશે. સાધુ-સાધ્વીઓની વડી દીક્ષા પણ આ ગ્રંથના ચાર અધ્યાયના યોગ થયા પછી જ થાય છે. તેથી જ જૈન ઇતિહાસમાં શ્રી શય્યભવસૂરિના આદરપૂર્વક લેવાતાનામમાં ઓળખાણ અપાય છે – મનકપિતા! (પુત્રના નામે પિતાની ઓળખ, કેમ? તો મનકના નિમિત્તે જૈનસંઘને દસકાલિક જેવો અદ્ધતકોટિનો ગ્રંથ પ્રાપ્ત થયો.) આશય્યભવસૂરિ પાસેથી એક મહત્ત્વનો ગુણ એ મળે છે કે જીવવું તો તત્ત્વ માટે તત્ત્વહીન વાતો માટે મૂલ્યવાન જિંદગી વેડફી શકાય નહીં. પછી એ તત્ત્વ પ્રાપ્ત કરવા માટે ભલે એક ઝાટકે સંસાર છોડી દેવા જેવું મૂલ્ય ચુકવવું પડે ! આર્ય શય્યભવસૂરિ પોતાની પાટે તુંગિકાયન ગોત્રવાળા શ્રી યશોભદ્રસૂરિને સ્થાપી વીરનિર્વાણથી અઠ્ઠાણુમાં વર્ષે સ્વર્ગે ગયા.
શ્રી યશોભદ્રસૂરિ પણ પ્રાચીન ગોત્રીય શ્રી ભદ્રબાહુ અને માઢરગોત્રીય શ્રી સંભૂતિવિજય નામના પોતાના બે શિષ્યોને સ્વપદે સ્થાપી સ્વર્ગે ગયા. તેમાં શ્રી ભદ્રબાહુસૂરિએ આ શ્રી કલ્પસૂત્રને પૂર્વોમાંથી ઉદ્ધત કર્યું, દશ સૂત્રો ઉપર નિર્યુક્તિ રચી અને ‘ઉવસગ્ગહરે’ સ્તોત્ર બનાવ્યું. તેમનો જન્મ પ્રતિષ્ઠાનપુરમાં બ્રાહ્મણકુળમાં થયો હતો. વરાહમિહિર તેમના મોટા ભાઈ હતા. બંને ભાઇઓએ દીક્ષા લીધી. તે પછી યોગ્ય જાણી ગુરુએ શ્રી ભદ્રબાહુને આચાર્યપદ આપ્યું, તેથી વરાહમિહિર રીસાયા. દીક્ષા છોડી બ્રાહ્મણનો વેશ પહેરી ‘વરાસંહિતા' નામે જ્યોતિષનો ગ્રંથ બનાવી તેના બળે લોકોને ભૂત-ભાવી નિમિત્તો કહીને આજીવિકા મેળવવા લાગ્યા. એકવાર તેણે રાજાની સામે કુંડાળું આલેખીને કહ્યું કે- આના મધ્યમાં બાવન પલનો (વજનનું એક માપ) માછલો પડશે. તે વખતે ત્યાં રહેલા શ્રી ભદ્રબાહુસ્વામીને આ અંગે પૂછતાં એમણે કહ્યું- તે માછલો સાડા એકાવન પલનો હશે. અને કુંડાળાના છેડે પડશે. બન્યું પણ એમ જ. તેથી લોકોમાં વરાહમિહિરની
[૨૮૮
dan Education intematonal
For Private & Personal Use Only
www.elbaryo