________________
પર બોલી રવાના થયા. (પરિશ્રમ ઘણો છે. પણ તત્વની ખબર નથી. આ વાક્ય સંસારના મૃગજળ સમા સુખમાટે પરિશ્રમ કરતા બધાએ યાદ રાખી લેવા જેવું છે.) સત્યના પરમ ઉપાસક શય્યભવે સત્ય ન બતાવતા બ્રાહ્મણ ગોરને તલવારનો ડર બતાવ્યો. છેવટે એ ગોરે યજ્ઞસ્તંભ નીચે રાખેલા શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બતાવી. શય્યભવે આવા પ્રભુના પ્રથમ વખત થયેલા દર્શનના આનંદમાં એ ગોરને મંડપની બધી સામગ્રી ભેટ આપી.
પછી પ્રભવસ્વામી પાસે આવ્યા. પ્રભવસ્વામીએ પરખ બરાબર કરેલી. તેથી તત્ત્વની જાણકારી માટે દીક્ષાની વાત કરી. (તમે અમને તત્ત્વજિજ્ઞાસાથી પ્રશ્ન પૂછો, એની અમે એક સામાયિકની ફી રાખીએ, તો તમે ભરો ખરા કે પછી પૂછવાનું માંડી વાળો?) શય્યભવે દીક્ષા લીધી. આઠ વર્ષમાં ચૌદ પૂર્વધર થયા. પ્રભવસ્વામી એમને પોતાની પાટે સ્થાપી સ્વર્ગે ગયા. પ્રભવસ્વામીની આ વિશેષતા કે યોગ્ય વ્યક્તિને જ પોતાના સ્થાને બેસાડ્યા. ઘર, દુકાન, સંઘની પેઢી વગેરે સ્થળે જો આ વિચારધારાને પ્રાધાન્ય અપાય, તો કેટલા પ્રશ્નો ઉકેલાઈ જાય? - શ્રી શય્યભવસૂરિના પુત્ર મનક‘નબાપા ના મહેણાથી લાગી આવતા આઠ વર્ષની ઉંમરે બાપાને શોધવા નીકળ્યા. શ્રી શય્યભવસૂરિ સાથે મેળાપ થયો. આચાર્યભગવંતે જ્ઞાનબળથી પુત્રને ઓળખી લીધો. પછી હું ને તારા પિતા વચ્ચે અભેદભાવ છે' ઇત્યાદિ કહી મનકને દીક્ષા આપી. શિષ્ય બનેલા પુત્રને શાનો વારસો આપવો? (અણસમજુ બાપ સંપત્તિનો વારસો આપે, સમજુ બાપ સંસ્કારનો) ઇચ્છા તો ચૌદપૂર્વનું જ્ઞાન આપવાની હતી. પણ મનકનું આયુષ્ય માત્ર છે મહીનાનું જોઇ ચૌદ પૂર્વ વગેરેમાંથી ઉદ્ધત કરી દસ વૈકાલિક ગ્રંથની રચના કરી. પુત્રશિષ્યને એક વાત બરાબર ઘુંટાવી દીધી- “બીજા સાધુભગવંતોની સેવા કરવાની, પણ કોઈની સેવા લેવાની નહીં’ આમાટે જ મનક મુનિકે બીજા સાધુઓને એ વાત બતાવી જ નહીં કે અમારા બે વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે. છ મહીના પછી મનમુનિ કાળધર્મ પામ્યા ને સ્વર્ગે ગયા, ત્યારે શ્રીશય્યભવસૂરિની આંખમાં આંસુ આવ્યા. બીજા સાધુઓએ એમાટે પૂછતા સંબંધનો ખુલાસો કર્યો અને
II ૨૮૭
dan Education tema anal
For Private & Personal Use Only
wwwinbrary