SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષથી વિચારતા હતા- નાગીલા મળે ને સંસાર માંડ ! તેથી નાગીલા ભવદેવને સંયમમાં જ રાખવા માંગે છે. ત્યાં જ એક બ્રાહ્મણકિશોરને પોતે જ વણેલું પાછો ચાટતો જોઈ ભવદેવે એનો ઠપકો આપ્યો, ત્યારે નાગીલાએ અવસર જોઈ ટોણો માર્યો તો તમે શું કરો છો? દીક્ષા અવસરે વમેલી મને અને વમેલા સંસારને જ ફરી વળગવા આવ્યા છોને ! ભવદેવને ટકોર બરાબર અસર કરી ગઈ. નાગીલાને ગુરુ માની ફરીથી સંયમમાં સ્થિર થયા. કાળ કરી દેવલોકમાં જઈ પછીના ભવે શિવરાજકુમાર બન્યા. ત્યાં મુનિરાજને જોઇ જાતિસ્મરણ જ્ઞાનથી વૈરાગ્યવાસિત થયા. માતા-પિતાની સંયમમાટે રજાન મળવા પર બાર વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણે આંબેલની આરાધના કરી. અંતે એમાં જ કાળ કરી પાંચમાં દેવલોકના દેવ બન્યા. પૂર્વભવના વૈરાગ્યયુક્ત તપના બળપર એવી કાંતિ હતી કે દેવાયુષ્ય પૂર્ણ થવાના માત્ર સાત દિવસ પૂર્વે જ ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા આવ્યા, ત્યારે શ્રેણિક રાજા એમની કાંતિથી અંજાઈ ગયા. આમ ભાઈની ઇચ્છાને માન આપવાના એક ગુણપર તેઓ ક્યાંના ક્યાં પહોંચી ગયા? આપણે આ ગુણ આત્મસાત્ કરી લઈએ. બીજા સ%ન આપણને પરિણામે હિતકર થાય એવું કોઈ પણ કામ સોપે, તો મનથી ન ગમતું હોય, ઇચ્છા ન હોય, તો પણ દાક્ષિણ્ય ગુણને આગળ કરી એ કાર્ય કરી લેવું. શ્રી જંબૂસ્વામીની પાટે પ્રભવસ્વામી આવ્યા. એક વારના ચોર યુગપ્રધાન આચાર્ય બની ગયા. માટે જ કહ્યું છે કે જંબૂસ્વામી જેવા કોઈ કોટવાળ થયા નથી કે જેઓએ ચોરને પણ મોક્ષમાર્ગના સાધુ બનાવી દીધા. અને પ્રભવસ્વામી જેવો કોઈ ચોર થયો નથી કે જેણે કોઈ ચોરી ન શકે તેવા અમૂલ્ય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય ચોરી લીધા. આ પ્રભવસ્વામીનો આ ગુણ યાદ રાખવા જેવો છે કે યોગ્ય સ્થાને યોગ્ય વ્યક્તિ જ આવવી જોઇએ, જે તે નહીં. તેથી જ પોતાના પછી જૈનશાસનની ધુરા સંભાળવા માટે યજ્ઞ કરતાં શય્યભવ બ્રાહ્મણને યોગ્ય જોઈ એમને પ્રતિબોધ પમાડવા બે સાધુઓને યજ્ઞના મંડપમાં મોકલ્યા. બંને સાધુને અપમાન સામે સ્વસ્થ રહેવા પહેલેથી ચેતવેલા. બંને સાધુ ત્યાં ગયા.અપમાન થયું. ઘક્કા મરાયા. છતાં સ્વસ્થ રહ્યા. મોટેથી ‘અહો કરું અહો કષ્ટ તત્ત્વન જ્ઞાયતે I ૨૮૬ Gain Education Intematonal For Private & Personal Use Only www baryo
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy