________________
ગયો! અને તે સાથે દશવસ્તુઓ વિચ્છેદ પામી. ૧) મન:પર્યવજ્ઞાન ૨) પરમાવધિજ્ઞાન ૩) પુલાક લબ્ધિ ૪) આહારક લબ્ધિ ૫) ક્ષપકશ્રેણિ ૬) ઉપશમ શ્રેણિ ૭) જિનલ્પ ૮) ત્રણ ચારિત્ર (પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત ચારિત્ર) ૯) કેવળજ્ઞાન-કેવળદર્શન અને ૧૦) મુક્તિ (મોક્ષ).
આપણે શ્રી જંબૂસ્વામીને પૂછીએ - આપ આવા સૌભાગ્યનિધિ કેવી રીતે થયા? તેઓશ્રી કહે છે - એક ગુણના બળપર... એ ગુણ છે - દાક્ષિણ્ય. આ ગુણની વિશેષતા એ છે કે એમાં પોતાની ઇચ્છા, પોતાના કામ કે પોતાની ભાવનાને ગૌણ કરીને પણ બીજા પુરુષની વાતને, એમણે સૂચવેલા કાર્યને સ્વીકારી લઈ એમને ભોંઠા પડવા દેવા નહીં. જુઓ ભવદેવના ભવમાં પોતે તોતાજેતરમાં જ પરણેલી પ્રિયતમ પત્ની નાગીલાને શણગારવા બેઠેલા. એમાં સાધુ બનેલા મોટા ભાઈ ભવદત્ત ઘણા વરસે ગોચરીએ પધાર્યા. તેથી પત્નીને છોડી ભાઈને ગોચરી વહોરાવી. પછી વળાવવા સાથે ગયા. બીજા સ્વજનો તો થોડે સુધી વળાવી પોતાની મેળે જ પાછા ફર્યા. પણ ભવદેવે વિચાર્યું, ભાઈ મહરાજ જવાનું કહે તો પૂથ્યા વિના પાછા કેમ વળાય? ભવદત્ત સાધુ પણ સમજીને જ પાછા જવાની વાત કરતાં જ નથી. એમ કરતાં છેક ગુરુ મહારાજ પાસે લઈ આવ્યા. ત્યાં બીજા સાધુઓએ પૂછયું “કેમ ભાઈને દીક્ષા આપવા સાથે લાવ્યા છો ને?” ભવદત્ત પણ હો પાડી. અને ગુરુદેવને કહ્યું: મારો ભાઈદીક્ષા લેવા ઇચ્છે છે. દીક્ષા આપો. ગુરુમહારાજે ભવદેવને પૂછ્યું-ત્યારે નાગીલાની સતત યાદ અને દીક્ષાનો કોઈ ભાવ નહીં, છતાં ભાઈ મહારાજ અને ગુરુ મહારાજ દીક્ષાની વાત કરે છે, તો ના કેમ પડાય? એમાં ભાઈ ખોટા પડે. ભાઈ ભોંઠા પડે. બસ આ એક મુદ્દા પર દીક્ષા લઈ લીધી. (આપણે તો સાંજના પ્રતિક્રમણના સમયે ઉપાશ્રયમાં ગયા હોઇએ ને ગુરુમહારાજ પૂછે કે કેમ પ્રતિક્રમણ કરવું છે ને! તો શું કરીએ ? તરત ના પાડી દઈએ ને ઉપરથી કહીએ – હું પછી આવીશ !) જો કે બાર વરસ સુધી દીક્ષામાં સતત નાગીલા નાગીલા કરતાં રહ્યા. ભાઈ મહારાજના કાળધર્મ પછી દીક્ષા મુકી ફરીથી સંસાર માંડવા પોતાના ગામે આવ્યા. સામે જ નાગીલા મળી. બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ. નાગીલા બાર વર્ષથી ભવદેવને યાદ કરતી હતી, આવે અને મને પણ સાધ્વી બનાવે.' ભવદેવ બારા
૨૮૫ www brary
dan Education tema anal
For Private & Personal Use Only