________________
એમાં જેનો છેલો ચાન્સ લાગી જાય, જેના પ્રવેશ પછી બારણા બંધ થઈ જતા હોય, કે વેંચાણ વગેરે બંધ થઈ જતું હોય, તે છેલ્લી લાભ મેળવી જનારી વ્યક્તિ એકદમ ભાગ્યશાળી ગણાતી હોય છે. જંબૂસ્વામી તો મોક્ષ જેવા ઉત્કૃષ્ટ સ્થાન માટે છેલ્લે પ્રવેશ પામી ગયા ને પછી દ્વાર બંધ થઈ ગયા, તેથી તેઓ તો પરમ સૌભાગ્યશાળી નીવડ્યા. કેવા સૌભાગ્યશાળી! એમના પિતાજીએ આઠ-આઠ કન્યા સાથે લગ્ન નક્કી કરેલા. છતાં સુધર્માસ્વામીની એક જ દેશના સાંભળી પરમવૈરાગી બની ગયા. માતા-પિતાની રજા લેવા જતાં નગરના દરવાજામાં પેસતા દરવાજે રાખેલી શિલા જોઈ, ગમે ત્યારે મોતની સંભાવના દેખી પાછા સુધર્માસ્વામી પાસે ગયાને આજીવન બ્રહ્મચર્યરૂપ અડધી દીક્ષા તો પહેલેથી જે અંકે કરી લીધી. ઘરે વાત કરી. મોહાધીન માતા-પિતા સાથે ચર્ચા થઈ. છેવટે પહેલા લગ્ન ને પછીના દિવસે દીક્ષા નક્કી થઈ. આ સમાચારથી નારાજ થયેલા આઠેય કન્યાના મા-બાપને કન્યાઓએ કહી દીધું-પરણીશું તો જંબૂસ્વામીને જ ! થયા લગ્ન. દરેક કન્યા દાયકામાં અગ્યાર અગ્યાર કરોડ સોનામહોર લાવી. જંબૂસ્વામીના પિતા પણ અગ્યાર કરોડ સોનામહોરના સ્વામી હતા. આમ એક બાજુ છે નવ્વાણુ કરોડ સોનામહોરો, બીજી બાજુ છે અપ્સરા જેવી આઠ પત્નીઓ! છતાં જંબૂસ્વામી વૈરાગી! પાંચસો ચોરો સાથે ચોરી કરવા આવેલા પ્રભવ ચોરની અવસ્થાપિની વિદ્યાની અસર જંબૂસ્વામીને થઈ નહીં, અને એ બધા ચોરો બૂસ્વામીના પુણ્યથી ખંભિત થઈ ગયા. પછી જંબૂસ્વામીનો આઠ પત્ની સાથે સંવાદ થયો. આઠેય પત્નીઓ સંસાર સુખ ભોગવવા માટે એક એક દૃષ્ટાંત આપે છે. સામે જંબૂસ્વામી વૈરાગ્ય પ્રેરક વળતા દૃષ્ટાંતો આપે છે. છેવટે જંબૂસ્વામીના પ્રબળ વૈરાગ્યથી આઠેય પત્નીઓ અને આ વાત સાંભળી રહેલા પાંચસો ચોર સાથે શ્રી પ્રભવસ્વામી પણ પ્રતિબોધ પામ્યા. આ સમાચાર મળતા નવેયના માતા-પિતા પણ દીક્ષા લેવા તૈયાર થયા. જંબૂસ્વામીના સૌભાગ્યનો આ પ્રભાવ કે દીક્ષા એકની થવાને બદલે પાંચસો સત્તાવીશની થઈ. અને દીક્ષાના અવસરે જંબૂસ્વામીના કાકા કે જે અનાદત દેવ તરીકે આ જંબૂદ્વીપના અધિષ્ઠાયક દેવ છે, તેમણે દિવ્ય મહોત્સવ કર્યો. આ પણ એક વિશિષ્ટ સૌભાગ્ય ગણાય. આમ સૌભાગ્યની પરંપરામાં જુઓ ઉત્કૃષ્ટ સૌભાગ્ય કેવું? કે ભગવાનના નિર્વાણ પછી ચોસઠ વર્ષે શ્રી જંબૂસ્વામી મોક્ષે ગયા. જંબૂસ્વામી મોક્ષે ગયા પછી આ ભરતમાંથી મોક્ષદ્વાર બંધ થઈ | ૨૮૪
Gain Education Internation
tesanal
wwwbery ID