________________
છલકાતો શરણભાવ ! પ્રભુના શરણે ગયા પછી પ્રભુ જ સર્વશ ! પોતાના જ્ઞાનનો પણ ઉપયોગ મુકવાનો નહીં. ગુરુની હાજરીમાં તો અજ્ઞાની બાળક બનવામાં જ ગૌરવ છે. ગુરુના જીવતા કેવળજ્ઞાની બની ગુરુને સમકક્ષ પણ બનવાનું નહીં! ગુરુના ઠપકામાં પણ અનુગ્રહ જ અનુભવવાનો! બસ આવા સમર્પણભાવની ચાવીએ તમામ વિશિષ્ટતાના ખજાના ખુલ્લા કરી આપ્યા ! ધન્ય છે ગુરુ ગૌતમસ્વામીને! બોલો, અનંતલબ્લિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ |
હવે આવીએ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી પાસે! પ્રભુએ તો પોતાની પાટે એમને સ્થાપ્યા, પણ શ્રી ગૌતમસ્વામી વગેરે બીજા દસેય ગણધરોએ નિર્વાણ પામતી વખતે પોતાનો ગણ શ્રી સુધર્માસ્વામીને સોંપ્યો! કોઈ ગણધરને પોતાની પાટપરંપરા ચલાવવાનું મન થયું નહીં! શું વિશેષતા હશે શ્રી સુધર્માસ્વામીમાં? છે, એક જબરદસ્ત વિશેષતા એ છે કે દરેક સાધુ પ્રત્યે-નાનામાં નાના કે સુલકમાં સુલક સાધુપ્રત્યે અદ્ભુત વાત્સલ્યભાવ! રાજગૃહી નગરીમાં કઠિયારાએ દીક્ષા લીધી. પણ લોકો ‘ખાવા મળ્યું નહીં, તે બાવો બન્યો' ઇત્યાદિ કટાક્ષ કરવા લાગ્યા. આ સાધુને અધૃતિ થઈ. સુધર્માસ્વામીને ખબર પડી. માસકલ્પની વિધિ હોવા છતાં, અને રાજગૃહી જેવી નગરીમાં જબરદસ્ત શાસન પ્રભાવનાની શક્યતાઓ હોવા છતાં, બે સાધુ સાથે આ સાધુને બીજે મોકલી દેવાના બદલે પોતે પૂરા સમુદાય સાથે અધુરે માસકલ્પ વિહાર માટે તૈયાર થઈ ગયા, બસ એક જ વાત પર- જ્યાં બીજી ગમે તેટલી શાસનપ્રભાવના થતી હોય, પણ મારા એક પણ સાધુને અપ્રસન્નતાના નિમિત્ત મળતા હોય, ત્યાં રહેવું નહીં, શાસન પ્રભાવના કરતાં પણ સાધુની પ્રસન્નતા મોટી વસ્તુ છે ! આ છે સુધર્માસ્વામીની એક અદ્ભુત ગુણગરિમા. અલબત્ત પછી તો અભયકુમારે પોતાની બુદ્ધિથી કરોડોના રત્નોના ત્યાગી તરીકે આ સાધુને લોકો સામે સિદ્ધ કરી બતાવી બાજી બદલાવી નાખી! પણ સુધર્માસ્વામીની આ વિશિષ્ટતા આપણે હૃદયસ્થ કરીએ, આપણા આશ્રિત નાનામાં નાની વ્યક્તિની પણ પ્રસન્નતાની કાળજી લેવાની !
શ્રી સુધર્માસ્વામીની પાટે સૌભાગ્યનિધિ શ્રી જંબુસ્વામી આવ્યા. કોઈ પણ પ્રસંગમાં પ્રવેશમાટે કે કોઈ વસ્તુના વિતરણ માટે લાંબી લાઈન લાગી હોય,
For P
& Pesonal Use Only
w
eber