________________
વ્યા.
(૭)
Jain Education
केवलिपरिआयं पाउणित्ता, पडिपुण्णं पुव्वसयसहस्सं सामण्णपरिआगं पाउणित्ता, चउरासीइं पुव्वसयसहस्साइं सव्वाउयं पालइत्ता खीणे वेयणिज्जाउयनामगुत्ते इमीसे ओसप्पिणीए सुसमदूसमाए समाए बहुविइक्वंताए तिहिं वासेहिं अद्धनवमेहि य मासेहिं सेसेहिं जे से हेमंताणं तच्चे मासे पंच पक्खे माहबहुले, तस्स णं माहबहुलस्स (ग्रं०९००) तेरसीपक्खे णं उप्पिं अट्ठावयसेलसिहरंसि दसहिं अणगारसहस्सेहिं सद्धिं चउद्दसमेणं भत्तेणं अपाणएणं अभीइणा नक्खत्तेणं जोगमुवागएणं पुव्वण्हकालसमयंसि संपलियंकनिसण्णे कालगए जाव सव्वदुक्खप्पहीणे ॥२२७॥
સૂત્ર ૨૨૭) ઋષભદેવ ભગવાન વીશ લાખ પૂર્વ વર્ષ સુધી કુમારઅવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ સુધી રાજા તરીકે રહ્યા. કુલ ત્યાંશી લાખ પૂર્વ વર્ષ સુધી સંસારમાં રહ્યા. એક હજાર વર્ષ સુધી છદ્મસ્થ સાધુતરીકે રહ્યા. એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવળજ્ઞાની રૂપે વિચર્યા. સંપૂર્ણ એક લાખ પૂર્વ વર્ષનું ચારિત્ર પાળ્યું. કુલ ચોર્યાશી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય ભોગવી વેદનીય આદિ કર્મો ક્ષય પામ્યે સુષમાદુષમા નામના ત્રીજા આરાનો બહુભાગ વ્યતીત થયા પછી અને ત્રણ વર્ષ, આઠ મહીના અને પંદર દિવસ બાકી હતા ત્યારે, હેમંત ઋતુના ત્રીજા મહીને પાંચમે પખવાડિયે મહા વદ (ગુજરાતી પોષ વદ) તેરસે અષ્ટાપદ પર્વત પર દસહજાર સાધુઓ સાથે ચોવિહારા ચૌદસભત્ત(છ ઉપવાસ) તપમાં પૂર્વાન કાળે પથંક આસનમાં મોક્ષે ગયા. તે વખતે અભિજિત નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. (ભગવાનસાથે એક જ સમયે એમના બાહુબલી વગેરે નવ્વાણુપુત્રો અને ભરતના આઠ પુત્રો એમ કુલ એકસો આઠ મોક્ષે ગયા.)
ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે આસન કંપવાથી ભગવાનનું નિર્વાણ જાણી નિરુત્સાહી શકે પરિવાર સાથે ત્યાં આવી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને ભગવાનની ઉપાસના કરી. એ જ રીતે બીજા પણ ત્રેસઠ ઇંદ્રો આવ્યા. પછી ઇંદ્રે ભવનપતિ આદિ ચારે નિકાયના દેવો પાસે નંદનવનમાંથી ગોશીર્ષ ચંદન મંગાવી ત્રણ ચિતા બનાવી. એક ભગવાન માટે, એક ગણધરોમાટે અને એક બાકીના નિર્વાણ પામેલા સાધુઓ માટે. પછી ભગવાન સહિત બધા સાધુઓના શરીરને સ્નાન
emational
For Private & Personal Use Only
૨૭૦ www.mchellbory of