________________
દા.
(૭)
પછી શ્રેયાંસકુમારે લોકોને સાધુઓને સુપાત્રદાન વહોરાવવાની વિધિ અને લાભ બતાવ્યા. (ખરેખર જે સુપાત્રદાનથી નયસાર મહાવીરસ્વામી બન્યા અને ધનસાર્થવાહ ઋષભદેવ ભગવાન બન્યા તથા સંગમ ભરવાડપુત્ર શાલિભદ્ર બન્યા, તે મહાન સુપાત્રદાનનો માર્ગ બતાવી શ્રેયાંસકુમારે આ ભરતક્ષેત્રના ભવ્ય લોકો પર અનન્ય ઉપકાર કર્યો છે. ભગવાનના પૂર્વભવોના સંબંધીઓ આ ભવમાં કોઈને કોઈ વિશિષ્ટતાથી ખરેખર ચિરસ્મરણીય બની ગયા. ભગવાનના એક વરસના આ તપનું અને અક્ષય તૃતીયાના આ પારણાના દિવસનું મુહૂર્ત કેવું ભવ્ય હશે, કે આજે એક કોડાકોડી સાગરોપમ પછી પણ ઠેર ઠેર વર્ષિતપ થાય છે. આજે તમે પ્રભુ સાથે અને તમારી આસપાસના કોક ઉદાર, સરળ, નિસ્વાર્થ પરોપકારી દેખાતી વ્યક્તિ સાથે પ્રેમ-લાગણીનો સંબંધ જોડી દો, બની શકે છે કે તમે પણ આવા જ કોક સૌભાગ્યના ભાગી બનો.)
લોકોએ પૂછ્યું - તમે આ બધું શી રીતે જાણ્યું? ત્યારે શ્રેયાંસકુમારે ભગવાન સાથેના પૂર્વભવોના સંબંધો બતાવ્યા- જ્યારે ભગવાન બીજા દેવલોકમાં લલિતાંગ દેવ હતા, ત્યારે હું પૂર્વભવે નિર્નામિકા અને પછી તેમની પ્રિયતમા બનેલી તે જ દેવલોકની સ્વયંપ્રભા નામની દેવી હતી. પછી પૂર્વવિદેહના પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગળનગરમાં ભગવાન વજજંઘ રાજા હતા, ત્યારે હું તેમની શ્રીમતી નામે પત્ની હતી. પછી અમે બંને ઉત્તરકુરુમાં યુગલ તરીકે ઉત્પન્ન થયા. પછી અમે બંને પ્રથમ દેવલોકમાં મિત્રદેવ બન્યા. તે પછી ભગવાન અપરવિદેહમાં વૈદ્યપુત્ર બન્યા, ત્યારે હું જીર્ણશ્રેષ્ઠીપુત્ર કેશવ તરીકે તેમનો મિત્ર હતો. તે પછી અમે બંને બારમાં દેવલોકમાં મિત્રદેવ બન્યા. પછી પુંડરીકિણી નગરીમાં પ્રભુ વજ્રનાભ નામે ચક્રવર્તી થયા, ત્યારે હું તેમનો સારથિ હતો. અમે બંને તે પછી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ બન્યા. એ પછી ભગવાન ઋષભદેવ બન્યા. અને હું તેમનો પ્રપૌત્ર થયો.
આ સાંભળી લોકોએ શ્રેયાંસની પ્રશંસા કરી અને કહેવા લાગ્યા- જો માંગવાથી મળતું હોય, તો ઋષભદેવ જેવું પાત્ર, ઇક્ષુરસ જેવી દાનની વસ્તુ અને શ્રેયાંસ કુમાર જેવો ભાવ મળો.
Jain Education International
For Private & Personal Use Only
૨૬૩ ainelibrary.org