________________
વિજય પામ્યા” એવું સ્વપ્ન જોયું. સવારે ત્રણેય જણા સભામાં ભેગા થયા. ત્યારે પરસ્પર પોતે જોયેલા સ્વપ્નો કહ્યા, તેથી રાજાએ કહ્યું “શ્રેયાંસ!તમને આજે કોક મહાન લાભ થવાનો છે” એ પછી ત્રણેય પોતપોતાના સ્થાને ગયા. શ્રેયાંસ પોતાના ભવનના ગવાક્ષમાં ઊભા હતા. એ વખતે ‘ભગવાન કશું લેતા નથી’ એવો કોલાહલ સાંભળી અને ભગવાનને જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ત્રીજા ભવે પોતે ભગવાનના સારથિ હતા અને ભગવાનની સાથે દીક્ષા લીધી હતી. તે વખતે વજસેન નામના (મહાવિદેહ ક્ષેત્રની વાત છે.) તીર્થંકરે કહ્યું હતું કે “આ વજનાભ (ઋષભદેવનો જીવ) ભવિષ્યમાં ભરતક્ષેત્રના પ્રથમ તીર્થંકર થશે.” આ બધું યાદ આવ્યું. એ જ વખતે એક મનુષ્ય શ્રેષ્ઠ છલુરસ (શેરડીરસ) ના ઘડાઓ શ્રેયાંસ કુમારને ભેટરૂપે આપવા લાવ્યો. શ્રેયાંસકુમારે પણ આ અચિત્ત અને નિર્દોષ ગોચરી ભગવાનને ખપશે એમ સમજી ભગવાનને લાભ આપવા વિનંતી કરી.
ભગવાને બંને હાથ લંબાવ્યા. શ્રેયાંસે રેલો તમામ ઇલુરસ ભગવાનની હથેલીમાં સમાયો. એક ટીપું પણ નીચે પડ્યું નહીં પણ ઉપર શિખા થઈ. (જેના હાથમાં હેલા પાણી વગેરેના અંશ જમીન પર પડે નહીં, તે હાથમાં વાપરી શકે, બીજાઓએ જીવદયાદિ કારણસર પાત્રાવાપરવા જોઇએ. કવિએ એવી કલ્પના કરી છે કે ભગવાનને એક વર્ષ ગોચરી કેમ મળી નહીં? તો કારણ એ કે ભગવાનનો જમણો કે ડાબો બેમાંથી એક હાથ માંગવા માટે આગળ આવવા તૈયાર ન હતો. જમણો હાથ કહે કે મેં બધાને આપવાનું કામ કર્યું છે, હવે લઉં શી રીતે? તથા પૂજા-ભોજન આદિ શુભકાર્યોમાં મગ્ન હું ભિક્ષા લેવાનું કામ કેવી રીતે કરું? ત્યારે ડાબો હાથ કહે કે યુદ્ધ, ગણતરી વગેરે કાર્યોમાં લાગેલો હું આ કામ નહીં કરું. વળી, જમણો હાથ તો જુગારના પાસા નાંખવાથી અપવિત્ર ગણાય છે, આમ બંને હાથ ભિક્ષામાટે આગળ આવવા તૈયાર ન હતા. બંને હાથને સમજાવતા સમજાવતા ભગવાનને એક વર્ષ લાગી ગયું. ત્યારે તમે બંને સારા છો, તો હવે દાતાઓ પર દયા કરી દાન ગ્રહણ કરો.' એમ સમજાવવાથી બંને હાથ ભેગા થયાં, અને પ્રભુએ શ્રેયાંસે આપેલું ઇશુરસદાન સ્વીકાર્યું.)
શેરડીરસ વહોરાવતી વખતે શ્રેયાંસની આંખમાંથી હર્ષના આંસુઓની ધારા અને મુખમાંથી અહો... અહો... ની વાગ્ધારા પણ ભેગી ચાલવા માંડી. તે વખતે પાંચ દિવ્યો પ્રગટ થયા.
૨૬
For P
& Pesonal Use Only