SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ફર્યા ત્યારે ભારત રાજ્યાંશ આપવા તૈયાર થયા, પણ તે બંને ભરતની વાત અવગણી દીક્ષિત ભગવાન પાસે પહોંચી ગયા. રોજ ભગવાન જ્યાં કાઉસ્સગ્ન-ધ્યાનમાં છે, એ જમીનને પાણી છાંટી, ફુલના ઢગલા કરી પવિત્ર કરે. પછી પંચાંગ વંદન કરી ‘ભગવાન અમને રાજ્ય આપો” એવી માંગણી કરે. પછી આજુ બાજુ ખુલી તલવાર સાથે ઊભા રહી પ્રભુની રક્ષા કરે. આમ પ્રભુની સેવા કરવા માંડ્યા. એક વખત પ્રભુને વંદન કરવા આવેલા ધરણેન્દ્ર એમની પ્રભુભક્તિથી પ્રસન્ન થયા. (પ્રભુભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી.) આ બંનેને રોહિણી-પ્રજ્ઞપ્તિ વગેરે અડતાલીસ હજાર વિદ્યાઓ આપી. વૈતાઢ્ય પર્વતપર જઈ ત્યાં ઉત્તરમાં સાઠ અને દક્ષિણમાં પચાસ નગર વસાવી રહેવાનું કહ્યું. ત્યારથી વિદ્યાધર વંશ શરુ થયો. ભગવાન રોજ ગોચરી માટે જાય, પણ અન્નદાનને તુચ્છ સમજતા લોકો વસ્ત્ર, આભરણ, કન્યા આદિ દાન આપવા માંડતા. ભગવાન ગોચરી વગર પાછા ફરતાં, આમ ચારસો દિવસ વીતી ગયા. (પ્રભુની કેવી ધીરતા ! ગોચરી જતા અને નિષ્ફળ પાછા ફરતા બંને વખત પ્રસન્નતામાં કશો ફરક નહીં ! મળે તો સંયમવૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિની ભાવના કેવી આત્મસાત્ કરી હશે! પ્રભુએ પૂર્વે એક ભવમાં ખેડૂતને બળદને ઘાસમાં મોંનાખતા રોક્વા બળદના મોંઢા પર શું બાંધવું ? તે બતાવ્યું હતું. તેથી બળદને ચાર ઘડી ખાવાનો અંતરાય થયેલો. એવી વાત આવે છે કે આ કર્મ બાંધવાથી તેના ફળરૂપે ભગવાનને ચારસો દિવસ ભોજનનો અંતરાય થયો. જો પ્રભુને આમ દંડ ભોગવવો પડતો હોય, તો વાતવાતમાં બીજાને ખરી-ખોટી સલાહ આપી વગર મફતના પાપના પોટલા બાંધતા આપણને કયો દંડ ભોગવવાનો આવશે ? એ નજર સામે રાખવું ખાસ જરૂરી છે.) એમ વિહાર કરતાં કરતાં ભગવાન વૈશાખસુદ ત્રીજ- અક્ષયતૃતીયાના દિવસે કરદેશના હસ્તિનાપુર નગરમાં પધાર્યા. ત્યાં બાહુબલીના પુત્ર સોમપ્રભનાં પુત્ર યુવરાજ શ્રેયાંસે ‘કાળા પડેલા મેને મેં અમૃતકળશથી સીંચ્યો. તેથી મે વિશેષરૂપે શોભવા માંડ્યો’ આવું સપનું જોયું. સુબુદ્ધિ નામના નગરશેઠે ‘સૂર્યમાંથી છૂટા પડેલા કિરણોને શ્રેયાંસે પાછા સૂર્યસાથે જોડ્યા. તેથી સૂર્ય વિશેષથી શોભ્યો’ એવું સ્વપ્ન જોયું. રાજાએ ‘દુશ્મનની સેના સાથે લડતા એક રાજા શ્રેયાંસની સહાયથી ૨૬૧ For Private & Pesonal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy