________________
પુરુષોની બોતેર અને સ્ત્રીઓની ચોસઠ કળાઓ શીખવાડી. એમાં બ્રાહ્મીને અઢારલીપીઓ જમણા હાથે શીખવાડી. ત્યારથી બ્રાહ્મીલીપી પ્રસિદ્ધ થઈ. સુંદરીને ડાબા હાથે ગણિત શીખવાડ્યું. કાષ્ઠકર્મ (લાકડા સંબંધી કાર્યો) ભરતને અને પુરુષ વગેરેના લક્ષણો બાહુબલીને શીખવાડ્યા.
સૂત્ર ૨૧૧) ઋષભદેવ ભગવાન દક્ષતાદિ ગુણોથી યુક્ત હતા. ત્યાંશી લાખ પૂર્વનું આયુષ્ય થયું ત્યારે અવધિજ્ઞાનથી પોતાનો દીક્ષાકાળ નજીક જાણ્યો. લોકાંતિક દેવોએ પણ વિનંતી કરી. ત્યારે ઋષભદેવે અયોધ્યાનું મુખ્ય રાજ્ય જ્યેષ્ઠપુત્ર ભરતને આપ્યું. બાહુબળીને તક્ષશિલા રાજધાનીવાળું બહળી દેશનું રાજ્ય આપ્યું. એમ સો પુત્રોને સો રાજ્ય વહેંચી આપ્યા. એક વર્ષ સાંવત્સરિક દાન આપ્યું. પછી ચૈત્રવદ (ગુજરાતી ફાગણ વદ) આઠમના દિવસે સુદર્શન શિબિકામાં બેસી વિનીતાની બહાર સિદ્ધાર્થ વનમાં અશોકવૃક્ષનીચે આવી દિવસના પાછલા પહોરે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે દીક્ષા લીધી. તે વખતે ભગવાનને ચોવિહાર છઠ્ઠ હતો. ભગવાન સાથે કચ્છ, મહાકચ્છ વગેરે ચાર હજાર પુરુષોએ દીક્ષા લીધી. ભગવાને ચારમુઠી લોચ કર્યા પછી ઇંદ્રની વિનંતીથી પાછળની લટનો લોચ કર્યો નહીં. ઇઢે પ્રભુના સુવર્ણસમ તેજસ્વી શરીર પર એ કાળી લટ ખૂબ સુંદર રીતે શોભતી હતી, માટે એનો લોચ નહીં કરવા વિનંતી કરી હતી. (સ%નો પ્રાયઃ અયોગ્ય માંગણી કરે નહીં, અને ઉત્તમ પુરુષો એવા સજ્જનની વિનંતીને પ્રાયઃ ઠુકરાવે નહીં. (૧) ભવિતવ્યતા વશ (૨) ભગવાનને તેવા કર્મો ખપાવવાના બાકી હોવાથી (૩) ત્યારે કોઈ ભિક્ષાચર ન હોવાથી અને (૪) સુપાત્રદાન દાનઆદિ ધર્મનો એક ભાગ છે, અને ધર્મનો ઉપદેશ કેવળજ્ઞાન પછી તીર્થસ્થાપના પછી જ ઉપદેશવાનો હોય, ઇત્યાદિ કોક સંભવિત કારણથી પ્રભુએ લોકોને દીક્ષા પહેલા સાધુને ગોચરી કેમ વહોરાવવી ઇત્યાદિ બતાવ્યું ન હતું.) પ્રભુતો દીક્ષા લીધા પછી મૌનસાધનામાં મગ્ન હતા. બીજા ચાર હજાર મુંઝાયા, ભોજન માટે શું કરવું? અંતે કચ્છ-મહાકચ્છની નિશ્રામાં જંગલમાં વસ્યા અને કંદ, મૂળ, ફળ આદિ આરોગીને અને વાળની જટા વધારીને તાપસરૂપે રહ્યા.
ભગવાને કચ્છ-મહાકચ્છ ના પુત્ર નમિ-વિનમિને પુત્ર તરીકે સ્વીકારેલા. પણ જ્યારે પ્રભુએ રાજ્ય વહેંચણી કરી, ત્યારે તે બંને દેશાંતરમાં ગયેલા. પાછા
For Prve & Personal Use Only