SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ २१२. उसभेणं अरहा कोसलिए एगं वाससहस्सं निचं वोसट्टकाए चियत्तदेहे जाव अप्पाणं भावेमाणस्स एणं वाससहस्सं विइक्तं, तओ णं जे से हेमंताणं चउत्थे मासे सत्तमे पक्खे फग्गुणबहुले, तस्स णं फग्गुणबहुलस्स एक्कारसीपक्खे णं पुव्वण्हकालसमयंसि पुरिमतालस्स नगरस्स बहिया सगडमुहंसि उजाणंसि नग्गोहवरपायवस्स अहे अट्ठमेणं भत्तेणं अपाणएणं आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते जाव जाणमाणे पासमाणे विहरइ ॥२१॥ સૂત્ર ૨૧૨) ભગવાને એક હજાર વર્ષ સાધના કરી. (એમાં પ્રમોદકાળ માત્ર એક અહોરાત્ર હતો.) પછી ફાગણવદ (ગુજરાતી મહાવદ) અગ્યારસે પૂર્વ સમયે વિનીતાનગરના પુરિમતાલ નામના શાખાનગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડવૃક્ષની નીચે ચોવિહાર અઠ્ઠમ તપના તપસ્વી પ્રભુને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો, ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઉદ્યાનપાલકે ભરતચક્રવર્તીને આ સમાચાર આપ્યા. ત્યારે જ આયુધશાળાના ચોકીદારે આવી સમાચાર આપ્યા કે આયુધશાળામાં હમણાં જ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. ક્ષણભર ભરત મુંઝાયા-પહેલા કોની પૂજા કરું ? પછી વિચાર્યું-ઉભયલોક માટે હિતકર એવા પિતાજીની પૂજામાં માત્ર આલોકમાં જ ઉપયોગી ચક્રની પૂજા આવી જાય છે. માટે પહેલા પ્રભુના કેવળજ્ઞાનનો મહોત્સવ કરી એમની પૂજા કરું (ભગવાનના કેવળજ્ઞાનનો મહિમા ભરત ન કરે, તો પણ ચોસઠ ઇંદ્રો વગેરે તો કરવાના જ હતા. જ્યારે ચક્રની પૂજા તો ભરતે જ કરવાની હતી. અને આ ચક્રના સહારે જ એ છખંડ જીતી ચક્રવર્તી બની શકવાના હતા. છતાં ભારતે પ્રથમ ભગવાનની પૂજાનો નિર્ણય કર્યો. આ વાત મહત્ત્વની છે. ધર્મના કાર્યો અને સંસારના કાર્યો વચ્ચે પસંદગી કરવાની હોય, ત્યારે શું કરવું? ધર્મના કાર્યોતમે નકરો, તો પણ અટકવાના નથી. જ્યારે સંસાર કાર્યો તમારા વ્યક્તિગત છે. પણ એટલો ખ્યાલ રાખવો કે સંસારકાર્યો કદાચતત્કાલમાં ફાયદાકારક હોય, પણ પરિણામે દીર્ઘકાલીન લાભકરતો ધર્મકાર્યોજ છે. અને આવા જ પ્રસંગોએ પ્રાયઃ પરીક્ષા થતી હોય છે કે તમને વધુ વહાલું I ૨૬૪ dan Education Intematonal For Private & Fersonal use only www brary
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy