SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યા. પણ પડતા કાળના પ્રભાવે આ નીતિની મર્યાદા ઓળંગી લોકો અપરાધના કાર્યોમાં પ્રવર્તાવા માંડ્યા, ત્યારે યુગલિકોએ ભગવાનને વિશિષ્ટ જ્ઞાની જોઈ પૂછ્યું- આ અપરાધો દૂર થાય એ માટે શું કરવું ? ત્યારે ઋષભદેવે કહ્યું – અનીતિ કરનારને દંડ રાજા આપે. આ રાજા મંત્રી વગેરેથી યુક્ત હોય. અને અભિષેક કરાયેલા હોય. ઋષભદેવના કહેવાથી જ લોકોએ નાભિકુલકરપાસે રાજાની માંગણી કરી. ત્યારે નાભિકુલકરના આદેશથી યુગલિકો ઋષભદેવને પ્રથમરાજા તરીકે સ્વીકારી અભિષેકમાટે પાણી લેવા નદીએ ગયા. આ બાજુ આસન કંપવાથી હકીકત જાણી ઇંદ્રે પોતાના પરિવાર સાથે ત્યાં આવી અભિષેકપૂર્વક મુગટવગેરે રાજચિહ્નો ધારણ કરાવી ઋષભદેવ ભગવાનને સિંહાસનપર બિરાજમાન કર્યા. પાણી લઈ આવેલા યુગલિકોએ ભગવાનને આ રીતે અલંકૃત જોયા. વિસ્મય પામેલા તેઓએ અભિષેકમાટે મસ્તકપર પાણી નાખવાના બદલે ભગવાનના ચરણ અંગુઠે અભિષેક કરી સંતોષ માન્યો. તેમના આ વિનયથી સંતુષ્ટ થયેલા ઇંદ્રે નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી નગરી વસાવી એનું નામ વિનીતા પાક્યું. (ભગવાનની પૂજા જે ભક્તિ છે, તેનાથી વધુ ભક્તિ બીજાએ વધુ સારી રીતે કરેલી પૂજાને બગાડવી નહીં, એ છે. આટલો વિવેક આવવો ખૂબ જરૂરી છે.) આ નગરમાં રત્ન અને સુવર્ણના મહેલો બનાવવામાં આવ્યા. ભગવાને પણ રાજ્યમાટે જરૂરી હાથી, ઘોડા વગેરેનો સંગ્રહ કર્યો. તથા ઉગ્ર દંડ દેવાવાળા કોટવાળતુલ્ય ક્ષત્રિયોનું ઉગ્રકુળ, ભોગયોગ્ય પૂજવાયોગ્ય ક્ષત્રિયોનું ભોગકુળ, મિત્રોમાટે રાજન્યકુળ અને શેષ મુખ્ય ક્ષત્રિયોનું ક્ષત્રિયકુળ સ્થાપ્યું. કાળના પ્રભાવે કલ્પવૃક્ષના ફળના અભાવમાં કાચુ ધાન્ય વગેરે ખાતા લોકોને અજીર્ણ થવા માંડ્યું. ત્યારે હજી સ્નિગ્ધતા ઘણી હોવાથી અગ્નિ પ્રગટ થવાનો કાળ આવ્યો નથી, એમ જાણતા પ્રભુએ લોકોને ક્રમશઃ બે હાથમાં ઘસીને, પાંદડાના સંપૂટમાં પાણીમાં પલાળીને, બગલમાં દબાવીને ઇત્યાદિ અનેક રીતે ધાન્ય આરોગી અજીર્ણથી બચવાના ઉપાયો બતાવ્યા. પછી જ્યારે પ્રથમવાર વૃક્ષોની ડાળીઓ અથડાવાથી અગ્નિ પ્રગટ થયો. ત્યારે એને રત્ન માની પકડવા જતાં દાઝેલા For Private & Personal Use Only Jain Education International ૨૫૮ janelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy