SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ call. (*) २१०. उसमे णं अरहा कोसलिए कासवगुत्ते णं, तस्स णं पंच नामधिज्जा एवमाहिज्जंति, तं जहा उसभे इ वा, पढमराया इवा, पढमभिक्खायरे इ वा, पढमजिणे इ वा, पढमतित्थंकरे इ वा ॥२१०|| ભગવાન છ લાખ પૂર્વ વર્ષ જેટલા થયા, ત્યારે સુમંગલાએ ભરત અને બ્રાહ્મી તથા સુનંદાએ બાહુબલી અને સુંદરી એમ યુગલોને જન્મ આપ્યા. એ પછી સુમંગલાએ બીજા ઓગણ પચાશ યુગલોને જન્મ આપ્યા. પણ તે બધા પુરુષો હતા. આમ ભગવાનને સો પુત્રો અને બે પુત્રીઓ થઈ. સૂત્ર ૨૧૦) ઋષભદેવ ભગવાનના પાંચ નામ હતા. (૧) ઋષભ (૨) પ્રથમરાજા (૩) પ્રથમ ભિક્ષાચર (૪) પ્રથમ જિન (૫) પ્રથમ તીર્થંકર. ત્રીજા આરાના અંતિમ ચરણમાં યુગલિકોના પુણ્ય ઘટવા માંડ્યા. કોક કલ્પવૃક્ષ ફળ આપે, કોક નહીં. આમ અસમાનતા ઊભી થઈ. તેથી લોકોપાં અપરાધભાવના ઉઠવા માંડી. તેથી વિમલવાહન અને ચક્ષુષ્પત્ત નામના કુલકરના કાળમાં સૌ પ્રથમવાર દંડનીતિ અમલમાં આવી. અલબત્ત તે વખતે અપરાધો નાના હતા ને લોકો સરળ હતા. તેથી અપરાધીને માત્ર “હા....હા...તેં આ શું કર્યું?’' આમ હક્કાર દેવાથી જ તે સુધરી જતો હતો. આમ હક્કાર નીતિ ચાલુ થઇ. પણ અવસર્પિણીકાળ હોવાથી પુણ્ય તો ઘટતું જ ચાલ્યુ. અસમાનતા વધતી ચાલી. ઇચ્છાઓ અને અપેક્ષાઓ પૂરી ન થવા પર અપરાધો મોટા થવા માંડ્યા. તેથી યશસ્વી અને અભિચંદ્ર આ બે કુળકરના કાળમાં હક્કાર નીતિ સાથે એથી મોટા અપરાધ માટે ‘મા કુરુ... મા કુરુ’ (કરીશ નહીં, કરીશ નહીં) ઇત્યાદિ રૂપ મક્કાર નીતિ ચાલુ થઈ. કાળ પડતો ચાલ્યો, પુણ્ય ઘટવા માંડ્યું. ઇચ્છાઓ વધવા માંડી. અસમાનતાના કારણે અહં અને ઇર્ષ્યાઓ ટકરાવા માંડી. તેથી અપરાધો પણ મોટા અને વધુવાર થવા માંડ્યા. તેથી પ્રસેનજિત, મરુદેવ અને નાભિકુળકરના કાળમાં હક્કાર અને મક્કાર નીતિની સાથે એ બેથી પણ મોટા અપરાધોમાટે ધિક્કાર નીતિ ચાલુ થઈ. For Private & Personal Use Only Jain Education International ૨૫૭ sinelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy