SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યા. થયે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે આરોગ્યવાળી મરુદેવામાતાએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો. છપ્પન-દિકુમારીઓએ સૂતિકર્મ કર્યું. ચોસઠ ઇંદ્રોએ મેરુ પર્વતપર અભિષેક કર્યો. પણ રાજાઓ જે દસ દિવસનો મહોત્સવ કરે, કેદીઓને મુક્ત કરે, વગેરે કાર્યો તે વખતે સંભવતા ન હોવાથી થયા નથી. ભગવાનના જન્મને હજી એક વર્ષ પૂર્ણ થયું ન હતું, ત્યારે શક્રેન્દ્ર પોતાનો આચાર સમજી ભગવાનના ગોત્રની સ્થાપના કરવા આવ્યા. પણ પ્રભુપાસે ખાલી હાથે ન જવાય, તેથી ઈક્વાકુ-શેરડીના સાંઠા સાથે લીધા. તે વખતે ભગવાન નાભિકુલકરના ખોળામાં બેઠા હતાં. શેરડી જોઈ ભગવાને પ્રસન્નતાથી હાથ લંબાવ્યો. આશુકન જોઈ શક્રેન્દ્ર ભગવાનના વંશનું નામ ઈક્વાકુ રાખ્યું અને ગોત્ર કાશ્યપ રાખ્યું. (શેરડી મીઠી છે, અને વારંવાર ઉગે છે. તેમ પ્રભુનો વંશ હંમેશા મીઠાશ = પ્રસન્નતા પામે, પ્રસન્નતા રેલાવે અને દીર્ઘકાળ ચાલે. એવી ભાવના જાણે કે એમાં પ્રગટ થતી હતી.) બીજા તીર્થકરોની જેમ ઋષભદેવ ભગવાન પણદેવોએ અંગૂઠામાં સીચેલા અમૃતનું પાન કરી મોટા થયા. બીજા ભગવાનો તે પછી અગ્નિમાં પકાવેલા ભોજન આરોગે. પણ ઋષભદેવ ભગવાને તો જ્યાં સુધી દીક્ષા ન લીધી, ત્યાં સુધી દેવોએ દેવકુર-ઉત્તરકુર ક્ષેત્રના કલ્પવૃક્ષોના લાવેલા ફળો જ આરોગ્યા. તે વખતે યુગલિક કાળનો અંતિમ ભાગ ચાલી રહ્યો હતો. સામાન્યથી ભાઈ-બેન જ મોટા બની પતિ-પત્ની તરીકે વ્યવહાર કરતાં. એમનાં સ્વર્ગવાસના છે મહીના પહેલા જ યુગલ તરીકે પુત્ર-પુત્રીને જન્મ આપે. આ જ રીતે એક યુગલે જન્મેલા પુત્ર-પુત્રીને તાડવૃક્ષ નીચે રાખ્યા હતા. અચાનક તાડવૃક્ષપરથી ફળ પડ્યું. ફળ પડવાથી પુત્ર મરી ગયો. આ અવસર્પિણીકાળનો આ પ્રથમ અકસ્માત હતોને પ્રથમ અકાળ મૃત્યુ હતું. એ પછી બચેલી કન્યાના માતા-પિતા પણ આયુષ્ય પૂર્ણ થવાથી સ્વર્ગવાસી થયા. આમ આ કન્યા એકલી પડી ગઈ તેથી લોકોએ નાભિકુલકરને સોપી. નાભિકુલકરે પણ ‘આ સુનંદા નામે ઋષભની પત્ની થાઓ” એમ કહી ઋષભદેવની પત્ની બનાવી. ત્યારે પ્રભુના પ્રથમ વિવાહમહોત્સવમાં ઇંદ્રવગેરે દેવો પતિપક્ષે અને ઇંદ્રાણી વગેરે દેવીઓ પત્નીપક્ષે રહી વિવાહ કાર્ય કર્યા. | ૨૫૬ dan Education intematonal OC Pre & Personal Use Only wwwbery ID
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy