________________
२०८. ते णं काले णं ते णं समए णं उसभे णं अरहा कोसलिए जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्स णं चित्तबहुलस्स अट्टमीपक्खे णं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं आरोग्गा आरोगं दारयं पयाया ॥२०८॥ २०९. तं चेव सव्वं, जाव देवा देवीओ य वसुहारवासं वासिंसु, सेसं तहेव चारगसोहण-माणुम्माण-वद्धण-उस्सुक्कमाईय-ठिइवडिय-जूयवजं सव्वं भाणियव्वं ॥२०९॥ હવે બતાવે છે.
જેમ વાદળા પાણી ભરે સમુદ્રમાં અને વરસે ભૂમિપર, એમ ઋષભદેવ ભગવાને પૂર્વના બાર ભવોમાંતે-તે માનવભવમાં જે કાંઈ સાધના કરી છેવટે તીર્થકર નામકર્મ બાધ્યું, આ બધું કર્યું મહાવિદેહક્ષેત્રમાં અને તીર્થકર તરીકે ધર્મદેશનાનો પુષ્કરાવમેઘ વરસાવ્યો આ ભરતક્ષેત્રમાં!
આ ઋષભદેવ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકો ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા અને નિર્વાણ અભિજિત નક્ષત્રમાં થયું.
ઋષભદેવ ભગવાન ગ્રીષ્મ ઋતુના ચોથા મહીને અને સાતમાં પખવાડિયે અષાઢવદ (ગુજરાતી જેઠ વદ) ચોથે સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર દેવલોકમાં તેંત્રીસ સાગરોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરી ચ્યવી અહીં ભરતક્ષેત્રમાં ઇક્વાકુભૂમિમાં નાભિકુલકરની મરુદેવાનામની પત્નીની કુક્ષિએ ગર્ભરૂપે મધ્યરાતે પધાર્યા. તે વખતે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. મરૂદેવા માતાએ પ્રથમ ક્ષભ, બીજે હાથી એમ ચૌદ સ્વપ્નો જોયા. તે વખતે સ્વપ્નલક્ષણ પાઠકોવગેરેનહતા. તેથી નાભિકુલકરે જ સ્વપ્નના ફળ કહ્યા. - સૂત્ર ૨૦૮+૨૦૯) ગ્રીષ્મઋતુના પ્રથમ માસે પ્રથમ પખવાડિયે ચૈત્રવદ (ગુજરાતી ફાગણવદ) આઠમની મધ્યરાત્રે નવ માસ ઇત્યાદિરૂપ ગર્ભકાળ પૂર્ણ ૨૫૫
Jain Education Memational
For Private & Fessonal Use Only
Web