SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે ‘ધિગત્થ’ વગેરે ગાથાઓથી રાજીમતીએ વિષયોની ભયંકરતા, વણેલુ ચાટવામાં રહેલી અધમતા, વ્રતખંડનથી થતાં નુકસાનો, વાસનાની કાતિલતા, કુળની ખાનદાની, અગંધનકુળના સાપનું ઉદાહરણ વગેરે દ્વારા સમજાવી રથનેમિની મોહદશા ઉતારી. સાવધ થયેલા રથનેમિ પણ પ્રાયશ્ચિત્ત કરી ઉત્તમ સાધના કરી મોક્ષે ગયા. રાજીમતીએ ચારસો વર્ષની વયે દીક્ષા લીધી. એક વર્ષનો છાસ્થ પર્યાય અને પાંચસો વર્ષનો કેવળજ્ઞાન પર્યાય પાળી મોક્ષે ગયા. કેવળજ્ઞાનથી પ્રભુસાથે કાયમ માટે સિદ્ધ અવસ્થામાં સંબંધ જોડી દીધો. સૂત્ર ૧૭૫-૧૮૧) અરિહંતશ્રી અરિષ્ટનેમિને અઢાર ગણ અને અઢાર ગણધર હતા. અરિહંત શ્રી અરિષ્ટનેમિની વરદત્ત વગેરે અઢાર હજાર સાધુઓની, આર્યયક્ષિણી વગેરે ચાલીસ હજાર સાધ્વીઓની, નંદવગેરે એક લાખ ઓગણસીત્તેર હજાર શ્રાવકોની, મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ છત્રીસ હજાર શ્રાવિકાઓની, ચારસો ચૌદપૂર્વીઓની, પંદરસો અવધિજ્ઞાનીઓની, પંદરસો કેવળીઓની, પંદરસો વૈક્રિય લબ્ધિધરોની, એક હજાર વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીની, આઠસો વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. એમના પંદરસો સાધુઓ અને ત્રણ હજાર સાધ્વીઓ મોક્ષે ગયા. અને સોળસો સાધુઓ અનુત્તર દેવલોકમાં ગયા. સૂત્ર ૧૮૨) અરિહંત શ્રી અરિષ્ટનેમિની યુગાંતકૃભૂમિમાં આઠ પાટપરંપરા સુધી મોક્ષે ગયા. પ્રભુ નેમિનાથ ભગવાનનો કેવળજ્ઞાન પર્યાય બે વર્ષનો હતો. ત્યારે એક જીવ મોક્ષે ગયો. સૂત્ર ૧૮૩) અરિહંત શ્રી અરિષ્ટનેમિત્રણસો વર્ષકુમારરૂપે રહ્યા. ચોપન દિવસનો સાધનાકાળ હતો. કાંઇક ન્યૂન સાતસો વર્ષ કેવળજ્ઞાન પર્યાય રહ્યો. આમ સાતસો વર્ષનો સંયમપર્યાય અને કુલ એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે અરિહંત શ્રી નેમિનાથ ભગવાન વેદનીયઆદિ કર્મો ક્ષય પામે આ અવસર્પિણીકાળનો | ૨૪૯ Winelibrary.org dan Education tematical
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy