________________
१७४. अरहा णं अरिठ्ठनेमी चउपन्नं राइंदियाई निचं वोसट्ठकाए चियत्तदेहे, तं चेव सव्वं जाव पणपन्नगस्स राइंदियस्स अंतरा वट्टमाणस्स जे से वासाणं तचे मासे पंचमे पक्खे आसोयबहुले ,तस्स णं आसोयबहुलस्स पण्णरसीपक्खे णं, दिवसस्स पच्छिमे भागे उजिंतसेलसिहरे वेडसपायवस्स अहे, अट्ठमेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते जाव केवलवरनाणदंसणे जाव० जाणमाणे पासमाणे विहरइ II૧૭૪TI. ચોવિહારો છઠ્ઠનો તપ હતો. ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો. ભગવાને એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી.
સૂત્ર ૧૭૪) શ્રી નેમિનાથ ભગવાન ચોપન દિવસ શરીરમમતા ત્યાગી ઉત્કૃષ્ટ સાધનામાં રહ્યા. પછી વર્ષાકાળના ત્રીજા મહીને અને પાંચમે પખવાડિયે આસો વદ (ગુજરાતી ભાદરવા વદી અમાસના દિવસના પશ્ચિમ ભાગે ઉwયંત પર્વત (ગિરનાર) પર વેતસવૃક્ષની નીચે પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. તે વખતે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. ભગવાનને ચોવિહાર અઠ્ઠમનો તપ હતો. કૃષ્ણ વાસુદેવને આ સમાચાર મળ્યા. ત્યારે કૃષ્ણ વગેરે અને રાજીમતી વગેરે પણ ત્યાં પ્રભુને વાંદવા પધાર્યા. પ્રભુની દેશના સાંભળી વિરક્ત થયેલા વરદત્તવગેરે બે હજાર રાજાઓએ દીક્ષા લીધી. શ્રી કૃષ્ણ ભગવાનને ‘આપનાપર રાજીમતીને આટલો બધો સ્નેહ કેમ છે?” એમ પૂછયું.
ત્યારે ભગવાને રાજીમતી સાથેના પોતાના નવભવનો સંબંધ બતાવ્યો - પ્રથમ ભવે હું ધન નામે રાજપુત્ર હતો. ત્યારે આ ધનવતી નામની મારી પત્ની હતી. બીજા ભવે અમે બંને પ્રથમ દેવલોકમાં દેવ-દેવી હતા. ત્રીજા ભવે હું ચિત્રગતિ નામનો વિદ્યાધર હતો. ત્યારે આ રત્નવતી નામે મારી પત્ની હતી. ચોથા ભવે અમે બંને ચોથા દેવલોકનાદેવ હતા. પાંચમાં ભવે હું અપરાજિત નામનો રાજા હતો, ત્યારે આ મારી પ્રિયતમા રાણી હતી. છઠ્ઠા ભવે અમે બંને અગ્યારમાં દેવલોકનાદેવ
૨૪૭
dan Education intematonal
For Private & Personal Use Only
W
ellbar