________________
ભગવાને પણ મૌનપણે આ બધી રમત જોયા કરી. જાન લઈને જવાનો અવસર આવ્યો ત્યારે ભગવાનને ઉત્તમ વસ્ત્રાભૂષણથી શણગારી રથમાં બેસાડ્યા. રાજીમતી પણ પોતાની સખીઓ સાથે ઝરૂખેથી રથમાં આવતા શ્રી નેમિનાથ ભગવાનને જોઈ પોતાની જાતને ધન્ય માનવા માંડી. એ વખતે હરણ-હરણી વગેરે પૂરાયેલા પશુઓનો આર્તનાદ સાંભળી કરુણાથી આર્ક થયેલાનેમિનાથ ભગવાને સારથિ પાસેથી જાણ્યું કે મારા વિવાહ નિમિત્તે અતિથિઓને આ પશુઓના માંસની મિજબાની આપવાની છે. સમસ્ત જીવસૃષ્ટિ સાથે કરુણાસંબંધથી પરમ માતૃત્વ ભાવ ધરાવતા શ્રી નેમિનાથ ભગવાનને તો આ સાંભળતા જ કમકમા આવી ગયા. તત્કાલ બધા પશુઓને અભયદાન અપાવ્યું, અને આવી હિંસાથી ભરેલા સંસાર પ્રત્યેની નફરતથી સારથિને રથ પાછો વાળવાનો હુકમ કર્યો... શ્રી શિવાદેવી, શ્રી સમુદ્રવિજય વગેરે શ્રી નેમિનાથને આવો ફજેતો નહીં કરવા અને પુત્રવધૂના દર્શનથી કૃતાર્થ કરવા વિનવવા માંડ્યા. ત્યારે પ્રભુએ માતાને વિનીત સ્વરમાં કહ્યું – માતાજી! ખોટો આગ્રહ છોડો. જે સંસારનો આરંભ આવી હિંસાથી ખરડાયેલો હોય, એ સંસાર માંડવો એટલે અઢાર પાપસ્થાનકોનો ઉદ્યોગ શરુ કરવાનો! માતાજી! હું સમસ્ત જીવસૃષ્ટિને આ સંસારનાદુઃખોથી મુક્ત કરી હંમેશા સુખથી ભરેલા મોક્ષે મોકલવાની તીવ્ર ભાવના રાખુ છું, અને એ જ હું સંસાર માંડવાના નામે એ બધા જીવોની કતલેઆમ પર સંસારસુખ ભોગવવા જાઉં એ કેમ બને? અને આ રીતે જીવોની હાયપર ઊભેલા સંસારમાં સુખની સંભાવના પણ ક્યાંથી હોય ? તેથી આગ્રહ છોડો, મને રાગી પર પણ વિરાગી થઈ જનારી મનુષ્ય સ્ત્રીમાં રસ નથી, મને તો વૈરાગીપર રાગી થનારી મુક્તિકન્યામાં જ રસ છે.
રાજીમતીને આ સમાચાર મળતા તે પહેલા તો આઘાતથી મૂચ્છિત થઈ. પછી વિલાપ કરતાં કરતાં પોતાનો આ રીતે ફજેતો કરવા બદલ ભગવાનને ખૂબઠપકો આપીને ‘ઘણા સિદ્ધપુરુષો સાથે સંબંધ રાખનારી શિવસુંદરી ખાતર માત્ર એક આપનાપર જ સ્નેહરાખનારી મને કેમ તરછોડો છો?' ઇત્યાદિ વાક્યો બોલવા માંડી. ત્યારે એની બંને સખીઓએ કહ્યું ‘કાળા માણસો કપટી હોય છે. ભલે તને નેમકુમારે તરછોડ્યા. અમે તને એમનાથી પણ સારા બીજા વર સાથે પરણાવીશું આ સાંભળતાં જ રાજીમતીએ બંને કાનપર હાથ મુકી કહ્યું – ખબરદાર! આવા શબ્દો પણ બોલ્યા છો તો, મારે નેમકુમાર સિવાય બીજો કોઈ ભરથાર કરવાનો નથી. [૨૪૫
dan Education remata
w
ebcary ID