SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણ વાસુદેવ જ ફેંકી શકે, એવો પાંચજન્ય શંખ સહજ રીતે એવી રીતે ફેંક્યો કે આખું દ્વારકાનગર શબ્દાદ્વૈતમય બની ગયું. પોતાના મહેલમાં રહેલા શ્રીકૃષ્ણ આ શંખનાદથી વેરીની કલ્પનાથી દોડતા આયુધશાળામાં આવ્યા. શ્રી નેમિનાથ ભગવાનનું આ સામર્થ્ય જોઈ છક થયા. કોની તાકાત વધારે ? એમાટે પરીક્ષા નક્કી કરી. પહેલા કૃષ્ણ હાથ લંબાવ્યા. શ્રી નેમિનાથે કમળના નાળને વાળતા હોય, એમ સહજતાથી એમનો હાથ વાળ્યો. પછી શ્રી નેમિનાથના લંબાયેલા હાથને વાળવા શ્રીકૃષ્ણ રીતસર એમના હાથ પર લટકી પડ્યા, તો પણ જરાય સફળ થયા નહીં. (તીર્થકરની અમાપ શક્તિ સામે ચક્રવર્તીઓ પણ વામણા પુરવાર થાય, તો વાસુદેવની તો વાત જ શી કરવી ? તેથી જ તીર્થકરોની સહનશક્તિ અને ક્ષમા ઉત્કૃષ્ટ છે અને આદભૂત છે. શક્તિ વધતી જાય, એમ નબળાને દબાવતા જવું, એ જગતનો માર્ગ, શક્તિ વધતી જાય, અને નબળામાં નબળાનું ય સહન કરતાં જવું એ જગતપતિનો માર્ગ) “શ્રી નેમિનાથ પોતાનું રાજ્ય પચાવી પાડશે’ એવી શંકાથી કૃષ્ણનું મોં પડી ગયું. (ખરેખર હકીકત કરતાં કલ્પના જ માણસને વધારે દુઃખી કરે છે.) તે જ વખતે આકાશવાણી થઈ કે ‘પૂર્વે શ્રી નમિનાથ ભગવાને કહ્યું છે કે શ્રી નેમિનાથ કુમારઅવસ્થામાં જ દીક્ષા લેશે છતાં શ્રી કૃષ્ણને સંતોષ ન થયો, તેથી નિશ્ચય કરવા પોતાની રુક્મિણી આદિ આઠ પટ્ટરાણીઓને શ્રી નેમિનાથસાથે જળક્રીડા કરવા મોકલે છે. આઠ રાણીઓએ જળક્રીડા દ્વારા શ્રી નેમિનાથને વાસનાગ્રસ્ત કરવા ખૂબ પ્રયત્ન કર્યા. પણ ખબર નહોતી કે આ પ્રયત્ન પાણીમાં આગ લગાડવાનો પ્રયત્ન છે. એ પછી રુક્મિણી વગેરે રાણીઓએ શ્રી નેમિનાથ ભગવાનને કિનારાપર લાવી ‘લગ્ન કરવા શામાટે જરૂરી છે?’ એમાટે પોતપોતાની રીતે દલીલ કરવા માંડી. પ્રથમ તીર્થકર ઋષભદેવે પણ લગ્ન કરેલા વગેરે વાતો કરી. ત્યારે અસાર સંસારનો પક્ષપાત કરતી આ રાણીઓની મોહદશા જોઇ કાંક સ્મિત કરતાં ભગવાનને જોઈ આ બધા પોતાની મોડ્યુક્ત કલ્પનાઓથી માની બેઠા કે ભગવાને વિવાહમાટે સંમતિ આપી છે. શ્રી નેમિનાથ ભગવાન આ સંમતિમાંથી પાછા ખસીન જાય, તેમાટે ક્રોષ્ટ્રકિ નામના જોષીને પૂછી શ્રાવણ સુદ છઠ્ઠના જ ઉગ્રસેન રાજાની પુત્રી રાજુમતી સાથે લગ્ન કરાવવાનું નક્કી થયું. ૨૪૪ Gain Education Interational For Private & Fersonal Use Only www.albaryo
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy