________________
१७२. ते णं कालेणं ते णं समए णं अरहा अरिट्ठनेमी जे से वासाणं पढमे मासे, दुचे पक्खे, सावणसुद्धे, तस्स णं सावणसुद्धस्स पंचमीपक्खे णं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं जाव आरोग्गा आरोग्गं दारयं पयाया | जम्मणं समुद्दविजयाभिलावेणं नेयव्वं, जाव तं होउ णं कुमारे अरिट्ठनेमी नामेणं । अरहा अरिट्ठनेमी दक्खे जाव तिण्णि वाससयाई कुमारे अगारवासमझे वसित्ता णं पुणरवि लोयंतिएहिं जिअकप्पिएहिं देवेहि तं चेव सव्वं भाणियव्यं, जाव दाणं दाइयाणं परिभाइत्ता ॥१७२।।
સૂત્ર ૧૭૨) ભગવાન શ્રાવણ સુદ પાંચમે ચિત્રા નક્ષત્રમાં જનમ્યા. ભગવાન ગર્ભમાં હતા, ત્યારે શિવામાતાએ રિસ્ટરનમય ચક્રધારા જોઈ હતી. તેથી અને રિષ્ટ શબ્દમાં રહેલા અમંગલને દૂર કરવા ભગવાનના માતા પિતાએ ભગવાનનું અરિષ્ટનેમિ’ એવું ગુણનિષ્પન્ન નામ પાડ્યું! ભગવાન પરણ્યાન હોવાથી “કુમાર” શબ્દનો પ્રયોગ થાય છે.
ભગવાન અવિવાહિત રહેવા અંગે બાબત આવી છે.
યૌવનવયમાં આવેલા ભગવાનને શિવાદેવી ‘વત્સ ! તારા લગ્નની અનુમતિ આપ અને અમારા મનોરથ પૂર’ એમ ઘણીવાર કહેતા. દરેક વખતે ભગવાન યોગ્ય કન્યા આવશે, ત્યારે પરણીશ” કહીને વાત ટાળતા હતા.
એકવાર કૌતુક-ઉત્સુકતા વિનાના ભગવાન શ્રી નેમિનાથ મિત્રોના આગ્રહથી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં ગયા. મિત્રોના આગ્રહથી જ ભગવાન કૃષ્ણ સિવાય બીજા જેને અડી પણ ન શકે, એવા કૃષ્ણ વાસુદેવના સુદર્શનચક્ર, શાંગું ધનુષ્ય, કૌમુદિકી ગદા વગેરેને લીલામાત્રામાં ઊઠાવી ક્રીડા કરી. છેવટે જે માત્ર
૨૪૩ Billboary ID
dan Education tema anal
For Private & Personal Use Only