________________
ચા ,
(૭)
બારસો અનુત્તરમાં ઉત્પન્ન થનારા સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. ભગવાન પાર્શ્વનાથના એક હજાર સાધુઓ અને બે હજાર સાધ્વીઓ મોક્ષે ગયા.
ભગવાન પાર્શ્વનાથની યુગાંતકૃભૂમિ ચાર પાટપરંપરા સુધી ચાલી અને પર્યાયાન્તકદભૂમિમાં પ્રભુ પાર્શ્વનાથ કેવળજ્ઞાન પછી ત્રણ વર્ષે પ્રથમ જીવ મોક્ષે ગયો.
સૂત્ર ૧૬૮+૧૬૯) પાર્શ્વનાથ ભગવાન ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા. છાસ્થ સાધુરૂપે વ્યાંસી દિવસ રહ્યા. ભગવાન કાંઇક ન્યૂન સીત્તેર વર્ષ કેવળજ્ઞાનીરૂપે રહ્યા, કુલ સીત્તેર વર્ષનું શ્રમય પર્યાય પાળી, સો વર્ષની ઉંમરે વેદનીય આદિ કર્મો ક્ષય પામે આ અવસર્પિણી કાળનો ચોથો આરો ઘણો વ્યતીત થયા પછી, વર્ષાઋતુના પહેલા મહીનાના બીજા પખવાડિયે શ્રાવણ સુદ આઠમે સમેતશિખર પર બીજા તેત્રીસની સાથે એક મહીનાનું અનશન કરી વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે દિવસના પહેલા પહોરે કાઉસગ્ગ મુદ્રામાં નિર્વાણ પામી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી અઢીસો વર્ષે પ્રભુ વીરનું નિર્વાણ થયું તેથી પ્રભુ પાર્શ્વનાથના નિર્વાણ પછી બારસો ત્રીસ વર્ષે અને મતાંતરે બારસો તેતાલીસ વર્ષે કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું.
૨૪૧
Gain Education remational
For Private & Fersonal Use Only
www
baryo