________________
સૂત્ર ૧૫૩+૧૫૪) શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મનું સૂતિકર્મ, મેરુપર્વતપર અભિષેક, જન્મ મહોત્સવ વગેરે બધી વાત પૂર્વે વર્ણવી એ મુજબ સમજી લેવી. (દ્ધને પ્રભુવીરના જન્મ અભિષેક વખતે પડેલી શંકાને છોડીને)
વામા માતાએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કાળો સાપ પાસેથી પસાર થતો જોયો હતો, તેથી ભગવાનનું નામ “પાર્થ” એવું રાખ્યું.
નવ હાથની ઊંચાઈવાળા પ્રભુ પાર્શ્વનાથના લગ્ન કુશસ્થળના રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતી સાથે થયા. એકવાર પંચાગ્નિતપના મહાકષ્ટને સહન કરતાં કમઠની પૂજા માટે નગરલોકોને જતાં જોઇ પ્રભુએ સેવકપાસેથી વિગત મેળવી કે ક્યાંકનો રહેવાસી આદરિદ્ર બ્રાહ્મણપુત્ર માતા-પિતા વિનાનો હતો. લોકોએ દયાથી મોટો કર્યો. નગરના બીજા લોકોને રત્નાભૂષણવાળા જોઇ વિચાર્યું કે ‘પૂર્વભવે કરેલા તપના પ્રભાવથી આ લોકો પાસે સમૃદ્ધિ છે, તો હું પણ તપ કરું.’ આમ વિચારી એ પંચાગ્નિતપ કરે છે, અને મહાતપસ્વી કમઠ તરીકે પ્રસિદ્ધ થયો છે. તે અહીં આવ્યો છે, તેથી લોકો એને પૂજવા જઈ રહ્યા છે.
ત્યારે ભગવાન પણ સપરિવાર ત્યાં જાય છે. એના અજ્ઞાનકષ્ટની અને અગ્નિમાં રાખેલા લાકડામાં બળતા સાપની દયાથી ભગવાને કમઠને કહ્યું કે-દયા નામની નદીના કિનારે જ બધા ધર્મરૂપ ઘાસ-અંકુરાઓ ઉગે છે. દયા નદી જો સૂકાઇ જાય, તો એ ધર્મો પણ લાંબા ટકતા નથી. અર્થાત્ ધર્મમાં મુખ્ય દયા છે. પણ કમઠે “આ રાજકુમાર શું ધર્મ સમજે?” એમ વિચારી પ્રભુની વાત સ્વીકારવાના બદલે વાદવિવાદ કર્યો. ત્યારે પ્રભુએ સેવકપાસે અગ્નિમાંથી લાકડું કઢાવી કુહાડાથી ટુકડા કરાવી અડધો બળેલો સાપ બહાર કઢાવ્યો. સેવકો પાસે નવકાર સંભળાવી અને અમાપ કરુણાદૃષ્ટિથી સાંત્વન આપી પ્રભુએ આગથી બળેલા એ સાપને સમાધિ આપી. સાપ સમાધિથી કાળ કરી નાગનિકાયના ઇંદ્ર-ધરણેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. લોકોની હાંસી સહન કરતો કમઠ જંગલમાં તપ-અનશન કરી મેઘકુમાર નિકાયનો મેઘમાળી નામનો દેવ થયો. પ્રભુના જ્ઞાનથી ચકિત થયેલા લોકો વડે સ્તવના કરાયેલા ભગવાને બગીચામાં નેમનાથની રાજીમતીને વરવા જતી અને | ૨૩૬
Gain Education Intematonal
For Private & Fersonel Use Only
www
bary ID