________________
१२८. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं नव मलई नव लेच्छई कासीकोसलगा अट्ठारस वि गणरायाणो अमावासाए पाराभोअं पोसहोववासं पट्टविंसु, गए से भावुजोए, दव्वुजोअं करिस्सामो ॥१२८॥ ચીજ પર રાગ-મમતા-આસક્તિ કરવા જેવી છે ? હા, આપણે રાગ કર્યા વિના રહી શકતા નથી. તો આપણી ભૂમિકામાં તો દુર્ગતિથી બચવા અને ભવાંતરમાં પરમાત્માની નિશ્રા પામવા પ્રભુપર, પ્રભુના શાસનપર, પ્રભુશાસનના ઉપાસકોપર અને પ્રભુશાસનના સાધન-ક્રિયાઓ પર રાગ - ભક્તિ કરીએ, અને એ સિવાય સંસારના કારણો પર રાગ ઘટાડતાં જઇએ, એ જરૂરી છે.)
શ્રી ગૌતમસ્વામી બાર વર્ષ કેવળજ્ઞાની તરીકે વિચર્યા. પછી સુધર્માસ્વામીને મણ સોંપી નિર્વાણ પામ્યા. એ પછી સુધર્માસ્વામી કેવળજ્ઞાન પામ્યા. આઠ વર્ષ સુધી કેવળી તરીકે વિચરી સો વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા.
સૂત્ર ૧૨૮) ભગવાનના નિર્વાણ વખતે કાશી દેશના અને કોશલ દેશના અઢાર ગણ રાજાઓએ ઉપવાસ કર્યો હતો, તેઓએ “ભાવઉદ્યોત ગયા એની યાદમાં દ્રવ્ય ઉદ્યોત કરીએ” એમ વિચારી દીવા પ્રગટાવ્યા. ત્યારથી દીવાળી પર્વ શરૂ થયું. (આમ દીવાળી પર્વ પ્રભુના વિરહની યાદમાં પ્રવર્યું છે. એ નિમિતે છઠ્ઠ કરવાથી લાખ - ક્રોડ વર્ષ સુધી નરકનો જીવ કષ્ટ સહન કરી જે પાપ ખપાવે, તે પાપ નાશ પામે છે. હવે એની જગ્યાએ દીવાળીની રાતે જ પ્રભુની ‘રાત્રિભોજનમહાપાપ છે' એવાણીને ઠોકરે ચઢાવી મુહરત આદિના નામે મીઠાઇઓ ખાવી અને ફટાકડા ફોડવા એ જૈન માટે કેટલી કલંકની વાત છે !)
કાર્તિક સુદ એકમના (ગુજરાતીઓના બેસતા વર્ષના) દિવસે દેવોએ શ્રી ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મહિમા કર્યો, તેથી એ પ્રસંગથી આ દિવસ પર્વરૂપ બન્યો, પ્રભુના નિર્વાણના સમાચારથી આઘાત પામેલા મોટાભાઇ નંદિવર્ધને એ દિવસે ઉપવાસ કર્યો. બીજા દિવસે ભગવાનની બેન સુદર્શનાએ ભાઇ નંદિવર્ધનને | ૨૨૮
dan Education Intematonal
For Private & Fersonal Use Only
www.
brary
ID