________________
१२९. जं रयणिं च णं समणे भगवं महावीरे जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं खुद्दाए भासरासी नाम महागहे दोवाससहस्सट्टिईए समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकंते ॥१२९॥ १३०. जप्पभिई च णं से खुद्दाए भासरासी महागहे दोवाससहस्सठिई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकेते, तप्पभिइं च णं समणाणं निगंथाणं निग्गंथीण य नो उदिए उदिए पूआसक्कारे पवत्तइ ॥१३०॥ १३१. जया णं से खुद्दाए जाव जम्मनक्खत्ताओ विइक्कते भविस्सइ, तया णं समणाणं निग्गंथाणं निग्गंथीण य उदिए उदिए पूआसक्कारे भविस्सइ ॥१३१।। આશ્વાસન આપી આદરપૂર્વક પોતાના ઘરે લઇ જઇ પારણું કરાવ્યું. તેથી કાર્તિક સુદ બીજનો દિવસ ભાઇબીજ રૂપે પર્વ ગણાય છે.
સૂત્ર ૧૨૯+૧૩૦) ભગવાન મહાવીરસ્વામી જે રાતે નિર્વાણ પામ્યા, તે જ રાતે અઠ્યાસી ગ્રહોમાં ત્રીસમો ભસ્મરાશિ નામનો કુર ગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉત્તરાફાલ્ગનીમાં સંક્રાંત થયો. એક નક્ષત્રમાં બે હજાર વર્ષ રહેવાની મર્યાદાવાળો આ કુરગ્રહ જ્યારથી પ્રભુના જન્મનક્ષત્રમાં સંક્રાંત થયો, ત્યારથી પ્રભુના શાસનના સાધુ - સાધ્વીઓનાં ઉત્તરોત્તર વર્ધમાનભાવને પામે એવા વંદન - સત્કારાદિ થતાં નથી.
તેથી જ નિર્વાણ પામવાની તૈયારી કરતાં પ્રભુને શકે વિનંતીના સ્વરે કહ્યું - પ્રભો! આપ ક્ષણભર માટે આયુષ્ય વધારો, જેથી આપના જીવતા જો એ કુરગ્રહ આપના જન્મનક્ષત્રમાં સંક્રાંત થશે, તો આપના શાસનને પીડા નહીં આપી શકે. ત્યારે પ્રભુએ કહ્યું - ઇન્દ્ર ! આવું ક્યારેય થતું નથી કે તીર્થકરો પણ પોતાના આયુષ્યને ક્ષણ જેટલું પણ વધારી શકે ! તેથી જે અવશ્યભાવી છે તે થશે જ. (ભગવાને આમ કહી (૧) આયુષ્ય વધી શકતું નથી, માટે જ છે, તેને સુધારી લો અને (૨) જે સુધારી શકાય નહીં, તેને ભાવિભાવ માની સ્વસ્થતાથી સ્વીકારી લો. આ બે ઉપદેશ આપ્યા.)
સૂત્ર ૧૩૧) બે હજાર વર્ષ પછી ભસ્મરાશિગ્રહ જ્યારે ભગવાનના જન્મનક્ષત્રમાંથી ખસશે, ત્યારથી સાધુ - સાધ્વીની ઉદિતોદિત વંદનાદિ પૂજા વગેરે થશે. | ૨૨૯
dalin Education Hitematonal
w
elbaryo