________________
વ્યા. ||.
વિના હવે આ ભરતક્ષેત્રમાં મિથ્યાત્વનો અંધકાર ફેલાશે, મિથ્યાવાદીરૂપી ઘુવડો ગર્જના કરશે, દુર્ભિક્ષ, વંટોળ, વૈરવિરોધ વગેરે વધી જશે, ચંદ્રગ્રહણવાળા આકાશ જેવા અને દીવા વિના અંધકારમય થયેલા ભવન જેવા શોભાહીન આ ભરતક્ષેત્રની હા! હા! કેવી કરુણ હાલત થશે! હે પ્રભો! હવે કોના ચરણમાં નમન કરી છે ભદંત! હેભદંત:કરી પ્રશ્નો પૂછીશ અને જે સાંભળતા મારા રોમાંચ ખડા થઇ જતાં હતાં તેણે ગૌતમ! હેગૌતમ!નો મીઠો રણકાર હવે મને કોની પાસેથી સાંભળવા મળશે. અરરર ! હેવીર! હે નાથ ! હેત્રાત ! આપે આ શું કર્યું? આપે મને આ અવસરે જ દૂર કર્યો! હે કરુણાસાગર! શું હું આપ પાસે ભાગ માંગવાનો હતો? હે હૃદયનાથ! શું હું આપનો હાથ પકડી આપને જવા દેવાનો ન હતો! હે મારા પ્રાણાધાર! શું હું આપનો છેડો પકડી સાથે આવવાની જીદ કરવાનો હતો! હે મારા જીવતર! શું આપ મને સાથે લઇ ગયા હોત, તો મોક્ષમાં ભીડ થવાની હતી! કે પછી હું ભારરૂપ થવાનો હતો! કે આપ મને આમ દૂર એકલો મૂકી જતા રહ્યા! હે વીર! હે વીર! - આમ વીર! વીર કરતાં શ્રી ગૌતમને વીપ્રભુનો વીતરાગભાવ યાદ આવ્યો. પ્રભુ તો વીતરાગ હતા! હું રાગ કરી દુઃખી થયો! કોણ વીર!” ને કોણ ગૌતમ!' ની અન્યત્વ ભાવનામાં ચઢ્યા... ઘાતકર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પામ્યા. આમ ગૌતમસ્વામીને અહંકાર પ્રભુની પ્રાપ્તિ અને બોધ માટે થયો, પ્રભુપરનો રાગ ભક્તિરૂપ બન્યો અને વિષાદ કેવળજ્ઞાન માટે બન્યો. (બાળકને જેમ ‘બા’ વિના બધું સૂનું લાગે, એમ શ્રી ગૌતમસ્વામીને ભગવાન વિના સૂનકાર ભાસ્યો, તેથી ભગવાનના વિરહની વેદનામાં રડી શક્યાં. શ્રી ગૌતમસ્વામીને ૫૦ હજાર કેવળીનો ગુરુ છું’ એ વાતની હુંફ નહોતી, કેમકે એવી હુંફ ઋદ્ધિ ગૌરવરૂપ છે, ઔદયિકભાવ છે, સંસારનું કારણ છે. ગૌતમસ્વામીને ‘હું વીર પ્રભુનો ચરણ સેવક શિષ્ય' આ વાતની હુંફ હતી, આ લાયોપથમિકભાવ છે. અને આવી હુંફ હતી, માટે જ વીરના વિરહની વેદના થઇ. જેને પૈસા-પરિવારની હુંફ લાગતી હોય, એ એ બધાના જવાપર - વિરહ થવા પર રેડે, જેને દેવ-ગુરુની નિશ્રાની હુંફ હોય, એને એક દિવસ પણ એમના દર્શનાદિનો વિરહ પડે, તો વેદના થાય.
અહીં એ પણ સમજવા જેવું છે, કે ગૌતમસ્વામીનો પ્રભુપરનો રાગ જો કેવળજ્ઞાનને અટકાવતો હોય, અને દેવશર્માનો પત્નીરાગ અને દુર્ગતિમાં ધકેલી દેતો હોય, તો સંસારની કઇ | ૨૨૭
Gain Education Interational
For Private & Fessoal Use Only
w
obrary