SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) સૂત્ર ૧૨ ૭) જે રાતે ભગવાન નિર્વાણ પામ્યા, તે રાતે જ્યેષ્ઠ ગણધર ઈંદ્રભૂતિ ગૌતમનો ભગવાન પ્રત્યેનો પ્રેમબંધ તૂટવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેની વિગત આ પ્રમાણે છે – સોળ પ્રહરની અંતિમ દેશના ચાલી રહી હતી, ત્યારે ભગવાને શ્રી ગૌતમસ્વામીને કહ્યું – હે ગૌતમ ! તમે બાજુના ગામમાં દેવશર્માને પ્રતિબોધ કરવા જાવ. (એ વખતે ‘આપના નિર્વાણનો મહત્ત્વનો પ્રસંગ છે, તેથી પછી જઈશ' ઇત્યાદિ કોઈ પણ પ્રકારે બહાના કાઢ્યા વિના કે મોં બગાડ્યા વિના ભગવાનની આજ્ઞાને સર્વસ્વ માની...) શ્રી ગૌતમસ્વામી દેવશર્માને પ્રતિબોધ કરવા ગયા. કલ્પસૂત્ર ટીકાકારના મતે દેવશર્મા પ્રતિબોધ પામ્યો. જ્યારે અન્ય મતે દેવશર્માને પત્નીપર તીવ્ર આસક્તિ હોવાથી પ્રતિબોધ પામ્યો નહીં. પછી શ્રી ગૌતમસ્વામી પાછા ફરવા માંડ્યા. ત્યારે ઊભા થતાં બારસાખ વાગવાથી દેવશર્મા ત્યાં જ મૃત્યુ પામ્યો. અને ‘જેવા ભાવ તેવો ભવ’ એ ન્યાયે પત્નીના માથામાં જ જૂ તરીકે ઉત્પન્ન થયો. શ્રી ગૌતમસ્વામી રાગદશાની આ પરિણતિ જોઈ ધ્રુજી ઉઠ્યા. હવે શીઘ્ર પ્રભુ પાસે જવા ઉપડ્યા. રસ્તામાં ચારે તરફ સન્નાટો છવાયો હતો. વાતાવરણમાં ગમગીનતા છવાયેલી હતી. સદા લીલાછમ ગણાતા ઝાડો પણ જાણે પાનખર ઋતુને અનુભવી રહ્યા હતા.. પવન પણ જાણે ગુમ હતો.. પંખીઓએ કલરવ છોડી દીધો હતો, આકાશ પણ ઉદાસીનતા વરસાવી રહ્યું હતું. પશુઓની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. દેવોની અવરજવરમાં ઉત્સાહનો અભાવ વર્તાઈ રહ્યો હતો. મનુષ્યોની આંખો રોઈ રોઈને બહાવરી બની ગયેલી દેખાતી હતી. આ કરુણ વાતાવરણ શ્રી ગૌતમસ્વામીને પણ ઉદાસ બનાવતું હતું. એમાં કોઈ વ્યક્તિ તરફથી જાણવા મળ્યું કે પ્રભુના નિર્વાણથી આપણે અનાથ, અશરણ, અસહાય બન્યા છીએ.. આ સાંભળતા જ ક્ષણભર શ્રી ગૌતમસ્વામી સ્તબ્ધ અવાચક-વજ્રઘાતથી હણાયેલા ને જાણે મૂર્છિત જેવા શૂન્યમનસ્ક બની ગયા.. દુઃખ-પીડાવેદનાથી છલકાઈ ગયેલું હૃદય કાબુમાં ન રહ્યું. તેથી શ્રી ગૌતમસ્વામી નાના બાળકની જેમ રોઈ પડ્યા. પછી વિલાપના સૂરમાં પોકારવા માંડ્યા.. હે પ્રભો ! આપના For Private & Personal Use Only Jain Education Mernational ૨૨૬ janelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy