________________
१२५. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे सा णं रयणी बहूहिं देवेहिं देवीहि य ओवयमाणेहिं य उप्पयमाणेहिं य उज्जोविया आवि हुत्था ॥१२५।। १२६. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे, सा णं रयणी बहूहिं देवेहि य देवीहि य ओवयमाणेहिं उप्पयमाणेहिं य उप्पिंजलगमाणभूया कहकहगभूया आवि हुत्था ॥१२६||
१२७. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं जिट्ठस्स गोयमस्स इंदभूइस्स अणगारस्स अंतेवासिस्स नायए पिज्जबंधणे वुच्छिन्ने, अणंते अणुत्तरे जाव केवलवरनाणदसणे समुप्पन्ने ॥१२७।। ભદ્રિકામાં બે ચોમાસા કર્યા. અલંભિકો, શ્રાવસ્તી અને વજભૂમિ નામના અનાર્યદેશમાં એક-એક ચોમાસું કર્યું. છેલું ચોમાસું મધ્યમ પાપાનગરમાં હસ્તિપાળ રાજાની જીર્ણ કચેરીમાં કરવા પધાર્યા. ત્યાં વર્ષાઋતુના ચોથા મહીને કારતક વદ અમાસ (ગુજરાતી આસો વદ અમાસ) ની રાતે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી કાળ પામીને જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત થયા, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. પરિનિર્વાણ પામી સર્વ દુઃખથી રહિત થયા. એ વખતે ‘ચંદ્ર' નામનું બીજું સંવત્સર, પ્રીતિવર્ધન માસ, નંદિવર્ધન નામનો પક્ષ, અગ્નિવેશ્યનામનો અને ઉપશમ એવા બીજા નામવાળો દિવસ, દેવાનંદા અને નિરતિ એ બે નામ ધરાવતી રાત, અર્ચનામનો લવ, મુહૂર્ત નામનો પ્રાણ, સિદ્ધ નામનો સ્ટોક અને નાગ નામનું કરણ હતાં. (લવ, પ્રાણ વગેરે સમયના માપ છે) સર્વાર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું. તે વખતે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો.
સુત્ર ૧૨૫+૧૨૬) જે રીતે ભગવાન મોક્ષે ગયા, એ રાતે ઘણા દેવ-દેવીઓના સ્વર્ગમાંથી પૃથ્વી તરફ આવાગમનના કારણે એ રાત પ્રકાશવાળી થઈ અને || તેઓના કોલાહલથી કોલાહળવાળી થઈ.
૨૨૫
dation Intematon
For Private & Fersonal Use Only
www.elbaryo