________________
શક્ય એટલું મોક્ષનું સ્વરૂપ સમજી સર્વજ્ઞ ભગવાનના વચનપર શ્રદ્ધા રાખવી, એ જ ડહાપણ છે. આપણા મગજમાં નહીં બેસતી ઘણી વાતો જગતમાં બને છે, તો મોક્ષ માટે જ કાં અશ્રદ્ધા કરવી? સાચા દિલથી એક અંતર્મુહર્ત માટે પણ જો પ્રભુએ બતાવેલા મોક્ષતત્ત્વપર શ્રદ્ધા આવી જાય, તો આપણે સમકીત પામી શકીએ અને તેથી આપણો અર્ધપુલ પરાવર્ત કરતાં ઓછો સંસારકાળ બાકી રહેતો હોય, તો શામાટે જેમાં આપણું જ્ઞાન પહોંચતું નથી એવા મોક્ષમાટે શંકાઓ કરી આ મહાન લાભથી વંચિત રહેવું? તેથી મોહના અને અનંત મોતના ક્ષયરૂપ મોક્ષને સ્વીકારી લેવામાં જ ડહાપણ છે. મોક્ષ એટલે ઇચ્છાનો અભાવ અને જ્ઞાનનો પૂર્ણભાવ. તેથી જ મોક્ષ એટલે અનંત આનંદનો વહેતો પ્રવાહ. હવે સંસારજેલમાં સગવડ નહીં, સંસારજેલથી મુક્તિ એ જ મનોકામના રહેવી જોઈએ. જેમ સોયમાં પ્રવેશવા દોરાએ ગાંઠ મુક્ત બનવાનું છે, અને પ્રવેશ પછી ટકી રહેવા ગાંઠ હોવી જરૂરી છે. એમ પહેલા આપણી માન્યતાઓની ગાંઠ છોડી જીવથી માંડી મોક્ષઅંગેની આ વાતોમાં શ્રદ્ધા કરીએ, તો જૈનશાસનમાં પ્રવેશ પામીશું અને પછી એ શ્રદ્ધાને વિવેક-જ્ઞાનની ગાંઠ લગાવીશું, તો જૈનશાસનમાં ટકી જઈશું.)
"પ્રભાસને મોક્ષતત્વ પર શ્રદ્ધા બેસી, સંશય વિનાના થયા.
અહીં ગણધરવાદ સમાપ્ત... શુભમ્ //
આમ વૈશાખ સુદ અગ્યારસે અગ્યાર ગણધરોએ કુલ ૪૪૦૦ પરિવાર સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. તેઓ દરેકે ત્રિપદી પામી આચારાંગ આદિ અને ચૌદપૂર્વ સમેત દ્વાદશાંગીની રચના કરી. તે વખતે ભગવાન રત્નમય સિંહાસનપરથી ઊભા થયા. શક્રઇન્દ્ર દિવ્ય વજમય થાળમાં દિવ્ય ચૂર્ણ લઈ ભગવાન પાસે આવ્યા. ભગવાને એ થાળમાંથી ચૂર્ણની મુઠી ભરી. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગ્યાર ગણધરો જે ક્રમે આવ્યા હતા, એ ક્રમે કાંક માથુ નમાવી ઊભા રહ્યા. દેવોએ વાજિંત્ર વગેરેનો નાદ બંધ કરાવ્યો, બધા મૌન રહી આતુરતાથી જોવા-સાંભળવા માંડ્યા. ભગવાને સૌ પ્રથમ “ઇન્દ્રભૂતિ ગૌતમને દ્રવ્ય ગુણ પર્યાયથી તીર્થની અનુજ્ઞા આપું છું.” એમ કહી ગૌતમસ્વામીના મસ્તક પર દિવ્ય ચૂર્ણનો લેપ કર્યો. (વાસક્ષેપ કર્યો.) ત્યારે દેવોએ પણ ગૌતમસ્વામી પરચૂર્ણ વગેરેની વૃષ્ટિકરી. એ | ૨૨૩
Gain Education Intematonal
For Private & Fersonal Use Only
www
bary ID