________________
વ્યા. I. (૬)
પછી ગુરુરૂપી નદી સુધી પહોંચાડે, તો તે દ્વારા આપણું પરમાત્મારૂપી સાગરસાથે મિલન થાય. અને જો વિષયના કાદવમાં કે કષાયના અગ્નિમાં ફેંકે તો સત્યાનાશ જ થાય.) અચલભ્રાતાનો સંદેહ ટળ્યો.
(૧૦) ઇંદ્રભૂતિને ‘વિજ્ઞાનઘન ઇત્યાદિ વેદવચનથી જીવની શંકા પડી હતી, તે જ વેદવચનથી મેતાર્થનામના દસમા મહાપંડિતને ‘પરલોક છે કે નહીં?” તે અંગે સંશય પડ્યો, ભગવાને એ વેદવચનના આત્મસાધક સમાધાન આપી પરલોકની સિદ્ધિ કરી આપી. તેથી સંશય છેદાવાથી અને પરલોકપર શ્રદ્ધા બેસવાથી મેતાર્ય પંડિતે પરલોક બગાડતા પાપમય સંસારને છોડી પ્રભુ પાસે દીક્ષા લીધી. (કહેવા માટે પરલોક છે' એમ માનતા આપણને કઈ પ્રવૃત્તિ કરતાં પરલોક યાદ આવે છે? જો યાદ આવે, તો પાપનો રસ ઘટે અને આરાધનામાં ઉત્સાહ વધે.)
(૧૧) હંમેશા અગ્નિહોત્ર યજ્ઞ કરવો’ વેદના આ વચનના કારણે અંતિમ અને વયમાં સૌથી નાના પ્રભાસનામના પંડિતને અભવ્યો જેનાપર કદી શ્રદ્ધાન થવાથી મોક્ષે જવાના નથી, તે મોક્ષતત્ત્વપર જ સંશય પડ્યો. કેમ કે અગ્નિહોત્ર યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે. જો આ સ્વર્ગદાતા અગ્નિહોત્ર યજ્ઞ જ માવજીવ કર્યા કરવાનો હોય, તો મોક્ષમાટે પ્રવૃત્તિ કરવાનો અવસર જ ન રહે. આમવેદમાં મોક્ષસાધક પ્રવૃત્તિ માટે અવસર-સમય જ ન બતાવ્યો, તેથી ચોક્કસ મોક્ષ નથી. પણ કે બ્રહ્મણી ઇત્યાદિ બીજું વેદવચન પરમબ્રહ્મ સ્વરૂપે મોક્ષ બતાવે છે. તેથી પ્રભાસ શંકામાં પડ્યા. પણ ભગવાને સમજાવ્યું ‘જરામર્થ વા યદગ્નિહોત્ર' ઇત્યાદિ વાક્યમાં ‘વ’ શબ્દને અગ્નિહોત્ર પદ સાથે જોડી ખરો અર્થ એ કરવાનો છે કે કોક સ્વર્ગનો ઇચ્છુક યાવજીવ અગ્નિહોત્ર યજ્ઞ પણ કરે અને કોક મોક્ષ ઇચ્છુક એ યજ્ઞ છોડી મોક્ષસાધક તપ વગેરે પણ કરે... (આપણને દેવ-નરકાદિ ભવનો અનુભવ હોવાથી એના પર શ્રદ્ધા બેસે, વળી સતત પ્રવૃત્તિઓમાં જ રત હોવાથી પ્રવૃત્તિમય ચાર ગતિની વાતો જામે, પણ મોક્ષનો અનુભવ નથી, અને અનંતકાળ સુધી નિવૃત્તિમાં સુખ હોવાની વાત મગજમાં બેસતી નથી. તેથી મોલ પર જલ્દી શ્રદ્ધા બેસતી નથી. પણ જાણકાર ગુરુભગવંતો પાસેથી
૨૨૨
Gain Education remational
For Private & Fersonal Use Only
www
bary ID