________________
(૭) મૌર્યપુત્રનામના પંડિતને ‘માયા જેવા ઇન્દ્ર, યમ, વરૂણ, કુબેર વગેરે દેવોને કોણ જાણે છે? અર્થાત્ દેવો કે દેવલોક નથી.' આ દેવનિષેધક વેદવચન અને યજ્ઞ કરતો યજમાન દેવલોક પામે છે' ઇત્યાદિ દેવોના અસ્તિત્વનાં સૂચક વેદવચનના કારણે દેવોના અસ્તિત્વઅંગે સંશય પડ્યો હતો. ભગવાને પોતાની સમક્ષ રહેલા કરોડો દેવતાઓ પ્રત્યક્ષ બતાવ્યા. તથા સંસારમાં સુખીઓમાં તરતમભાવ દેખાય છે, તો ઉત્કૃષ્ટ સુખી કોણ? ઇત્યાદિ અનુમાનથી પણ દેવોની સિદ્ધિ કરી. દેવોને માયોપમનું કહેવા પાછળ તાત્પર્ય એ છે કે દેવ આયુષ્ય પણ પુરું થાય છે, દેવો પણ અનિત્ય છે, અંતે તેઓને પણ ઉત્કૃષ્ટ ભોગસામગ્રી છોડી બીજા ભવમાં જવું પડે છે, જ્યારે મોત નજીક આવે છે, ત્યારે દેવલોકની સામગ્રીના વિયોગની કલ્પનાથી દેવો ખૂબ વિલાપ કરે છે. તેથી દેવલોક પણ ઇચ્છવાલાયક નથી. પ્રભુના વચનથી મોર્યપુત્ર બોધ પામ્યા.
(૮) અકંપિત નામના આઠમા વિદ્વાન બ્રાહ્મણને ‘પરલોકમાં નરકમાં નરક નથી' ઇત્યાદિ અર્થવાળા નરકાભાવસૂચક વેદવચન અને તેની વિરુદ્ધ જે શૂદ્રનું અન્ન આરોગે છે, તેનારક તરીકે ઉત્પન્ન થાય છે' ઇત્યાદિનરક બતાવતા વેદવચન જોવાથી નરકના અસ્તિત્વ અંગે સંશય હતો. ભગવાને કહ્યું... “પરલોકમાં નરકમાં નરક નથી” એનું તાત્પર્ય એ છે કે નરકમાં રહેલા જીવો કાયમમાટે નરકમાં રહેતા નથી, અથવા નરકનો જીવ મરીને ફરીથી નરકમાં ઉત્પન્ન થતો નથી. પણ તેથી સર્વથા નરકના અભાવનો નિર્ણય કરવો નહીં. (ભયંકર પાપી જો નરકમાં પાપની સજા ન ભોગવે, તો કુદરતમાં ન્યાય જેવું છે જ નહીં. જેમ દેવલોકન માનો, તો તપ-બ્રહ્મચર્યાદિના પાલનને અને સજ્જનોની સજ્જનતાને ન્યાય મળતો નથી, તેમ નરક ન માનો, તો દુર્જનોની દુર્જનતાનો ન્યાય મળે નહીં.) અકંપિત પ્રભુવચનથી સંશયમુક્ત બન્યા.
(૯) અચલભ્રાતા નામના પંડિતને અગ્નિભૂતિની જેમ જ ‘પુરુષ જ સર્વસ્વ છે' ઇત્યાદિ સૂચક વચનોથી પુણ્ય તત્પર સંશય હતો. પ્રભુએ કર્મની સિદ્ધિની જેમ પુણ્યની સિદ્ધિ કરી આપી. (જગતમાં સુખ-દુઃખનો મુખ્ય આધાર પુણય-પાપ છે. આપણે તૃણ સમાન છીએ, પુણ્ય પવન સમાન. જો પુણયનો પવન આપણને આકાશમાં ઉડાડ્યા
II ૨૨૧
dan Education interational
For Private & Fersonal Use Only
www.albaryong