________________
સોનું, સંપત્તિ, સાધનો વગેરેને સપના જેવા જુઓ, એટલે કે જેમ સપનું આંખ ખુલ્ય અલોપ થાય છે. એમ આ બધી ચીજો આંખ મિંચાયે આપણી રહેતી નથી. તેથી એ બધાપર આસક્તિ કરવા જેવી નથી.' ઇત્યાદિ રૂપે અનિત્યભાવના ભાવવા અને વૈરાગ્ય કેળવવા માટે છે, નહીં કે મૂળથી જ વસ્તુનો અભાવ સૂચવવા માટે છે. પ્રભુના વચનથી વ્યક્તિનો સંશય છેદાયો.
(૫) પાંચમા સુધર્મા નામના બ્રાહ્મણને “પુરુષ મરીને પુરુષ થાય, પશુ મરીને પશુ આમ ભવાંતરમાં આ ભવને અનુરૂપ જ અવતાર મળે, એવા વેદવચન અને ‘અશુચિસાથે જેને બાળવામાં આવે છે, તે મરીને શિયાળ થાય છે.” ઇત્યાદિ પરભવમાં વિસદેશ ભવ પ્રાપ્તિસૂચક વેદવચનોના આધારે શંકા પડી હતી કે જે જે હોય, મરીને તેને જ થાય કે અન્ય? ત્યારે ભગવાને સમાધાન આપ્યું કે મૃદુતા વગેરે ગુણોવાળો કોકમનુષ્ય મનુષ્યઆયુ બાંધી બીજા ભવમાં મનુષ્ય થાય, પણ તેથી મનુષ્ય મરીને મનુષ્ય જ થાય એવો નિયમ નથી. કેમકે છાણામાંથી વીંછી ઉત્પન્ન થવો વગેરે રૂપે વિસટેશતા પણ દેખાય છે. ખચ્ચર વગેરે સંકર જાતિની ઉત્પત્તિ પણ વિસદશતા બતાવે છે. સુધર્માસ્વામી પણ સંશયમુક્ત થયા. | (૬) પંડિત નામના વિદ્વાન બ્રાહ્મણને તે આ (આત્મા) વિગુણ છે, વિભુ છે, બંધાતો નથી, સંસરણ કરતો નથી, મુક્ત થતો નથી, કે કોઇને મુક્ત કરાવતો નથી' ઇત્યાદિ વેદવચનથી શંકા હતી કે “જીવના બંધ-મોક્ષ છે કે નહી?' ભગવાને કહ્યું “અહીં વિગુણ એટલે સત્ત્વાદિગુણરહિત નહીં, પણ છાઘસ્થિકક્ષાયોપથમિક વગેરે ગુણોથી રહિત, વિભુ એટલે સર્વવ્યાપી એમ નહીં, પણ કેવળજ્ઞાનથી યુક્ત (કેમકે આત્મા કેવળજ્ઞાનથી જગતના તમામ પદાર્થો સાથે સંબંધિત થાય છે) આવા પ્રકારનો આત્મા પુણ્ય - પાપથી બંધાતો નથી, સંસારમાં ભમતો નથી. અને મુક્ત જ હોવાથી ફરીથી મુક્ત થતો નથી. ટૂંકમાં ઉપરોક્ત વેદવચન કેવળજ્ઞાની - સિદ્ધ થયેલા જીવને અપેક્ષીને છે. બીજા જીવોના તો બંધ - મોક્ષ સંભવે જ છે' પ્રભુના વચનથી મંડિતના મનને સમાધાન થયું.
૨૨૦
dan Education Interational
For Private & Personal Use Only
www
brary