________________
ભગવાનની અમોઘ દેશનાથી સંશય છેદાતા અગ્નિભૂતિએ પણ ૫૦૦ વિદ્યાર્થી સાથે ભગવાન પાસે દીક્ષા લીધી, અને ભગવાન પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરી દ્વાદશાંગીની રચના કરી.
(૩) વાયુભૂતિએ ‘ઇંદ્રભૂતિ અને અગ્નિભૂતિએ દીક્ષા લીધી’ એ સાંભળી વિચાર્યું. ‘મારા બન્ને પૂજ્ય વડીલ બંધુઓ જેમના શિષ્ય થયા, એ જ મારા માટે પણ પૂજ્ય છે. તેથી હું પણ ત્યાં જઈ મારી શંકાનું સમાધાન મેળવી પ્રવજ્યા અંગીકાર કરું.' આમ વિચારી વાયુભૂતિ પણ પોતાના પાંચસો શિષ્યોના પરિવાર સાથે ભગવાન પાસે આવ્યા. ભગવાને સંશય બતાવી સમાધાન આપ્યું. વાયુભૂતિએ પોતાના પરિવાર સાથે દીક્ષા લીધી, ત્રિપદી પામી દ્વાદશાંગી રચી. આ જ ક્રમથી બાકીના પણ વ્યક્ત વગેરે બ્રાહ્મણો પોતાના પરિવાર સાથે ભગવાન પાસે આવ્યા. સંશયનું સમાધાન મેળવી દીક્ષા લીધી. ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી.
એમાં વાયુભૂતિને ‘જીવ અને શરીર બન્ને એક છે કે જુદા’ એ અંગે શંકા હતી. ઇન્દ્રભૂતિને વિજ્ઞાનઘન..” ઇત્યાદિ જે વેદપદથી જીવના અભાવની શંકા પડી હતી. વાયુભૂતિને એ જ પદથી “જીવ અને શરીર બંને એક જ છે એવી શંકા પડેલી. ભગવાને મુંડોપનિષદના “આ આત્મા નિત્ય સત્ય, તપ અને બ્રહ્મચર્યથી ઉપલબ્ધ થાય છે, આ આત્મા જ્યોતિર્મય (જ્ઞાનમય) અને શુદ્ધ છે. ધીર અને સંયમી સાધુઓ આ આત્માને જુએ છે, સાક્ષાત્કાર કરે છે.' ઇત્યાદિ વચનથી આત્મા શરીરથી ભિન્ન છે એમ સિદ્ધ કરી બતાવ્યું અને વાયુભૂતિને સંશયથી મુક્ત કર્યા.
(૪) વ્યક્ત નામના ચોથા પંડિતને યેન સ્વપ્નોપમ...' ઇત્યાદિ વેદવચનથી એવી શંકા હતી કે “આ દેખાતું જગત સાચું છે કે સ્વપ્ન છે?” અર્થાત્ સપનામાં દેખાતી વસ્તુ હોતી નથી, અસ હોય છે. એમ જગત પણ અસત્ છે, જે દેખાય છે, એ બધું ભ્રમ છે. તો બીજી બાજુ ‘પૃથ્વીદેવતા, “આપ (જળ) દેવતા’ વગેરે વચનો પાંચ ભૂતવગેરે જગતને સત ઠેરવે છે. તેથી સંશય પડ્યો. ભગવાને સમજાવ્યું કે “જગત સપના જેવું છે' ઇત્યાદિવચન દેખાતા જગતના સ્ત્રી, ૨૧૯
Gain Education
tematical
www.
library.org