SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ cele સ્થાને છે. તેથી ધર્મ કરવામાં જીવ ઢીલો ન પડે, એ માટે પુરુષની પ્રધાનતા બતાવવાની હોય છે. બાકી જૈનધર્મ તો કર્મ પર ખાસ ભાર મુકે છે, એક પાગલ કાગળ લખતો હતો, બીજાએ પૂછ્યું - શું કરે છે? પાગલે કહ્યું - જોતા નથી? કાગળ લખું છું. બીજાએ પૂછયું - એમ? કોને લખો છો? પાગલે કહ્યું - બીજા કોને વળી ! મને પોતાને! બીજાએ આશ્ચર્ય સાથે પૂછયું - એમ? શું લખ્યું છે? ત્યારે પાગલે એ બીજાની અજ્ઞાનતાની દયા ખાતા કહ્યું, અરે ! એ હમણાં શી રીતે ખબર પડે? આ પત્ર તો પોસ્ટ થશે, પછી પોસ્ટમેન મને આપી જશે. હુંએ ફોડીશને વાંચીશ, ત્યારે ખબર પડશે કે એમાં શું લખ્યું છે? પાગલની વાત હસવા જેવી નથી. આપણે આ પાગલની જેમ જુદી જુદી મન - વચન - કાયાની પ્રવૃત્તિઓ કરવારૂપે જુદા જુદા કર્મો બાંધી આપણને જ પછીના ભાવોમાં મળે, એ રીતે આપણને પત્ર લખીએ છીએ. પણ આપણને હમણાં ખબર નથી પડતી કે આપણે એમાં શું લખી રહ્યા છીએ. પછી જ્યારે એ કર્મોના ઉદય આવવારૂપે પત્રની ડીલીવરી આપણને મળે છે, ત્યારે ખબર પડે છે કે મેંકેવા કેવા કર્મો કર્યા હતા! માટે જ ભગવાન કહે છે-કર્મોના ઉદયે દુઃખો આવે, ત્યારે રોવાના બદલે કરેલા કર્મોનો વિચાર કરી સમતા રાખવી. અને ‘બંધ સમય ચેતીએ હવે નવા એવા ખરાબ કર્મો ન બંધાય, એની સાવધાની રાખીએ. વળી આ કર્મવાદ બીજાઓના ઈશ્વરવાદની સામે છે. બીજાઓ જગત, સ્વર્ગ, નરક, સુખ, દુઃખ બધામાટે ઈશ્વરને કારણે માને છે. પણ એ બરાબર નથી, કેમ કે ઈશ્વરને કોણે બનાવ્યો? ઈશવરે જગત શેમાંથી બનાવ્યું? ઇત્યાદિ પ્રશ્નો આવે છે. વળી દુઃખ અને નરકના સર્જકરૂપે ઈશ્વરને ક્રૂર, પક્ષપાતી વગેરે માનવાની આપત્તિ આવે છે. જૈનમતે ઈશ્વર એટલે કેવળજ્ઞાની. એ જગત બનાવતા નથી, પણ જગતનું સ્વરૂપ બતાવે છે, બાકી સુખ-દુઃખ વગેરે બધું જીવે પોતે પૂર્વે કરેલા કર્મના ફળરૂપે આવે છે. બીજાઓને પણ ઈશ્વરને માન્યા પછી પણ કર્મ માનવા જ પડે છે. માત્ર આટલો ખ્યાલ રાખવો, ધર્મ કરવા માટે અને આવતો ભવ સુધારવા માટે પુરુષાર્થ મુખ્ય છે, ને આ ભવમાં બનતા પ્રસંગોમાટે કર્મ મુખ્ય છે. I ૨૧૮ Gain Education Interational For Private & Fersonal Use Only w ebcary
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy