________________
થા. | હે અગ્નિભૂતિ! એવો સંશય કરશો નહીં. પુરુષની મહત્તા બતાવતું વેદવચન પુરુષાર્થની પ્રધાનતા દર્શાવવા સ્તુતિરૂપે બોલાયેલું વચન છે. (વચનો ત્રણ પ્રકારના -
(૧) વિધિ-નિષેધપરક દા.ત. સાચું બોલવું જોઇએ, હિંસા કરવી જોઇએ નહીં. (૨) અનુવાદપરક - જે પ્રસિદ્ધ વાતને જ દશવિ, જેમકે સાત દિવસનું અઠવાડિયું. (૩) મહિમાપક - કોઇક એક વાતની મહત્તા દર્શાવતું વચન. જેમકે પાણી - પર્વત - ભૂમિ, સર્વત્ર વિષ્ણુ છે) લોકો ભાગ્યપર બધી વાતો છોડી દઇ ધર્મપુરુષાર્થમાં પાછા ન પડે, એ માટે પુરુષાર્થની પ્રધાનતા દર્શાવવા ઉપરોક્ત વચન છે. બાકી તો કર્મને માન્યા વિના ચાલે એમ જ નથી. એક જ મા-બાપના બે પુત્રોમાં રૂપથી કે બુદ્ધિથી દેખાતો તફાવત, એક જ બજારમાં બાજુ બાજુમાં એક સરખો માલ વેચતી બેદુકાનમાં એકને ધીકતી જોરદાર કમાણી – બીજાને થતું નુકસાન, જગતમાં જન્મથી જ એક શેઠને બીજો નોકર, એક કામ કરીને અપજશ પામેને બીજો વગર કામ કર્યો જશ મેળવી જાય, એક ગમેતે ખાઇને પણ તંદુરસ્ત છે, ને બીજો સાચવી સાચવીને ખાય, છતાં માંદો ને માંદો જ એ પુણ્યના બળપર દરેક વખતે સફળતા મેળવતો અચાનક જ ગણતરી મુજબ વેપાર કરવા છતાં બધું જ ગુમાવી બેસે... ઇત્યાદિ ઢગલાબંધ વાતો ‘કર્મ' ‘ભાગ્ય’ ‘પ્રારબ્ધ' ને માન્યા વિના સિદ્ધ થતી નથી. અરૂપી આત્માને પૌદ્ગલિક હોવાથી રૂપી ગણાતા કર્મોની અસર થાય એ વાત અરૂપી જ્ઞાનપર બ્રાહ્મીઆદિ ઔષધની સારી અને દારૂની ખોટી અસરદ્વારા સિદ્ધ થઇ શકે છે. દુનિયાની બધી સફળતા પુરુષાર્થને આધીન છે એમ માની દુનિયામાં સફળ થવા સખત પરિશ્રમ કરનાર માટે કર્મ અને ભાગ્ય માન્યા વિના ચાલે એમ જ નથી. કેમકે સાચો અને સાચી રીતનો પુરુષાર્થ કર્યા પછી પણ ઘણીવાર સફળતા તો નથી મળતી, ઘોર નિષ્ફળતા મળે છે ત્યારે માણસ હતાશ- નિરાશ - ડીપ્રેશ થઇ જાય છે. ત્યાં જો કરેલા કર્મોની આ કરામતને એ જાણતો હોત, તો નિરાશ ન થાત. ‘પૂર્વ ભવે ખોટા કામ કરી ખોટાકર્મો બાંધ્યા છે, તેના ફળરૂપે આ નિષ્ફળતા મળી છે. તો લાવ, આ ભવમાં સારા કામ કરી આવતા ભવને સુધારું' એમ વિચારી સ્વસ્થ રહી સુકૃતો કરી શક્ત. એ જ રીતે ધર્મના ક્ષેત્રમાં બધું ભાગ્ય - કર્મ પર છોડી દેવાતું હોય છે. ‘ભાગ્યમાં હશે, તો સાધના થશે.” પણ ધર્મક્ષેત્રે હકીકતમાં કર્મનહીં, પુરુષાર્થ પ્રધાન - મુખ્ય છે. સફળતા એ જો માખણ છે, તો દુનિયાના ક્ષેત્રમાં પુણ્ય એ દહીં છે, ને પુરુષાર્થ એ પાણી છે. સાધનાના ક્ષેત્રમાં પુરુષાર્થ દહીં છે, ને પુણ્ય પાણીના | ૨૧૭
dan Education tematona
FOC Private
Personal Use Only
www.
brary