________________
નથી, પણ જ્ઞાનીની સેવામાં અને જ્ઞાનીની ઉપાસનામાં છે.' ગૌતમસ્વામી તો અભિમાનના શિખરેથી ઉતરી પરમવિનયની ટોચે પહોંચી ગયા. આ વિનયના જ પ્રભાવે અત્યાર સુધી અપ્રગટ અનંત લબ્ધિઓ પણ પ્રગટ થઇ. એમના વિદ્યાર્થીઓ પણ આજ્ઞાંકિત અને ગુરુભક્ત હતા. તેથી ગુરુની સાથે સાથે એ બધા પણ દીક્ષિત થયા. ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું - ભયવં કિંતરં? હે ભગવન્!તત્ત્વ શું છે? ગૌતમસ્વામી પોતે વેદ આદિના પારગામી છે. આ વાત ભૂલી તદ્દન અન્ન હોય,એવા ભાવથી આ પ્રશ્ન પૂછે છે. પાણીમાં ઘડો જેટલો નમે, એટલો ભરાય. પૂરો નમે તો પૂરો ભરાય અને પૂરા નમવા માટે પોતે પૂરો ખાલી છે, એવી સંવેદના હોવી જરૂરી છે. જોવાની વાત એ છે કે હવે ગૌતમસ્વામીને વેદપર પણ આકર્ષણ રહ્યું નથી. બધી માન્યતાઓ-સિદ્ધાંતોની ગાંઠ છોડી દેવાય, તો જ પૂરે પૂરો સમપર્ણભાવ આવે. ભગવાને ગૌતમસ્વામીને તત્ત્વના સારરૂપે ઉષ્પન્નઇ વા વિગમેઇ વા, ધુવેઇ વા આ ત્રણ પદ - માતૃકાપદ આપ્યા. (જગતના તમામ પદાર્થો ઉત્તર પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. પૂર્વ પર્યાય રૂપે નાશ પામે છે. અને મૂળ દ્રવ્યરૂપે ધ્રુવ- સ્થિર રહે છે.) આ ત્રણ પદના શ્રવણથી જ ગૌતમસ્વામીને શ્રુતજ્ઞાનાવરણનો અનન્ય ક્ષયોપશમ થયો. આ જગતના તમામ પદાર્થોના રહસ્યને છતી કરતી આ ચાવીના પ્રભાવથી જાણે જ્ઞાનના ગુપ્ત ભંડારના દરવાજા-ઉઘડી ગયા. ત્યાં ને ત્યાં મુહુર્તમાત્રમાં ચૌદપૂર્વસતિ દ્વાદશાંગીની રચના કરી.
આ બાજુ અગ્નિભૂતિને સમાચાર મળ્યા કે મોટાભાઇ ઇંદ્રભૂતિએ ભગવાન પાસે દીક્ષા લીધી. ત્યારે આ અશક્ય અને અસંભવ બીના સાંભળી અગ્નિભૂતિને થયું કે ચોક્કસ એ કહેવાતા સર્વજ્ઞએ મારા સરળ હૃદયવાળા ભાઇને ઠગ્યો હશે. હવે હુંશીઘત્યાં જઇએ ધૂર્તને હરાવી ભાઇને છોડાવી લાઉં. આમ વિચારી અગ્નિભૂતિ પોતાના પાંચસો વિદ્યાર્થી પરિવાર સાથે ભગવાન પાસે આવ્યા. ભગવાને અગ્નિભૂતિને પણ નામપૂર્વક બોલાવી એમના હૈયાનો સંશય બતાવ્યો કે તમને ‘પુરુષ એવા ઇદ..” જે કાંઇ હતું... છે, થશે, તે બધું પુરુષથકી જ છે, એવા માત્ર પુરુષાર્થને જ આગળ કરતાં વેદવચનથી શંકા પડી છે કે જગતમાં કર્મ જેવું તત્ત્વ છે કે નહીં. પણ.
૨૧૬
Gain Education interational
For Private & Personal Use Only
www
brary