________________
દા.
(૬)
સંભવે છે. આમ ‘અદૃશ્ય’ સાદેશ્યથી વાયુની ઉપમા દ્વારા આત્માની સિદ્ધિ થાય છે.
અર્થાપત્તિ પ્રમાણ ઃ એક સ્ત્રી મરી ગઇ. ઠાઠડી બંધાઇ–ઉપાડીને ઘરની બહાર કાઢતાં જ એનો દાંડો બારણા સાથે જોરથી અથડાયો. પેલી સ્ત્રી તરત સળવળી! ‘અરે આ તો જીવે છે’ આખો વ્યવહાર બદલાઇ ગયો. દસ વર્ષે પાછી મરી... ઠાઠડી બંધાઇ, બહાર કાઢતી વખતે પતિએ કહ્યું- જરા સંભાળી ને ! એક વખત તો દશ વર્ષની સજા ભોગવી. હવે ફરીથી સજા નથી ભોગવવી ! કહેવાની વાત એ છે, કે મૃત શરીર સાથે જે વ્યવહાર થાય છે, તેનાથી ભિન્ન વ્યવહાર જીવતા શરીર સાથે થાય છે, કેમ કે જીવતા શરીરની ચેષ્ટા જુદી છે. આ ચેષ્ટા અર્થાપત્તિથી શરીરથી ભિન્ન જીવની હાજરી સૂચવે છે.
સંભવ પ્રમાણ ઃ જન્મતા જ બાળકમાં ઇષ્ટમાં પ્રવૃત્તિ વગેરે દેખાય છે.આમાં કોઇ અદૃશ્ય તત્ત્વ કામ કરે છે. અને આત્મા પણ અદશ્ય તત્ત્વમાં જ સમાવેશ પામે છે. તેથી ત્યાં આત્માનો સંભવ હોઇ શકે છે..
ઇત્યાદિ પ્રમાણોથી આત્માના અસ્તિત્વનો નિર્ણય થઇ શકે. ઇતિ સંક્ષેપમાં આત્મવાદ....
શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમે તો પ્રભુએ મનની શંકા બતાવી, ત્યારે જ પ્રભુને સર્વજ્ઞ માની લીધા. પછી સર્વજ્ઞની વાતોમાં ચર્ચા નહી, શ્રદ્ધા પૂર્ણ સ્વીકાર જ હોય. ઇંદ્રભૂતિ અભિમાની હતા, તો એટલા જ સરળ પણ હતા. તેથી તરત જ અભિમાન પડતું મુક્યું અને ભગવાનના ચરણનું શરણ સ્વીકારી લીધું. ‘તમે મારી શંકા દૂર કરી ! આભાર’ એમ માની રવાના થઇ ગયા નહી, પણ ‘જો આ સર્વજ્ઞ છે, જ્ઞાની છે. તો આમની જીવનભર ઉપાસના કરવી એ જ જીવનની સાર્થકતા છે.’ એમ માની પ્રભુ પાસે દીક્ષા લઇ પ્રભુના પ્રથમ શિષ્ય બની ગયા. ‘જીવનની સાર્થકતા વ્યર્થ અભિમાન પોષવામાં કે અસાર એવા ધન – પરિવાર પાછળ ખુવાર થવામાં
For Private & Personal Use Only
Jain Education International
૨૧૫ www.jainelibrary.org