SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ પ્રમાણઃ અલબત્ત આગમો પરસ્પર વિરુદ્ધ દાવાઓ કરે છે. પણ તેથી આગમનો એકડો કાઢી શકાય નહી. જુદી જુદી કંપનીઓના અલગ - અલગ દાવાથી મુંઝાઇને કોઈ વ્યક્તિએ ટી.વી. વગેરેની ખરીદી બંધ કરી નથી. એમાંથી સૌથી ઉચિત લાગતી કંપનીનું ટી.વી. ખરીદે જ છે. આગમ અંગે દાવા ભલે જુદા જુદા હોય, પણ કોનું આગમ સાચું? એ તપાસી એ સ્વીકારવું જોઈએ. જેને ખોટું બોલવાના (૧) રાગ (૨) દ્વેષ (૩) મોહ અને (૪) અજ્ઞાન અથવા (૧) ક્રોધ (૨) લોભ (૩) ભય (૪) હાસ્યાદિ સતાવતા નથી, એના વચન સત્ય હોવાના. રસ્તો પૂછતી વખતે પણ રસ્તો બતાવનાર જો સજ્જન દેખાય, તો એણે બતાવેલા રસ્તે જવાથી સ્થાન પર પહોંચાય છે. આત્મા મોક્ષ વગેરે અતીન્દ્રિય પદાર્થો અંગે આપણે ભૂલા પડેલા છીએ, ત્યારે રાગાદિથી રહિત હોવાથી સર્જન શ્રેષ્ઠ બનેલા ભગવાનના વચનરૂપ આગમ આપણને માર્ગ દેખાડે છે. વળી આ જ ભગવાનના વચન સાચા છે, એની ખાતરી પણ સોનાની શુદ્ધિની ત્રણ પરીક્ષાની જેમ (૧) કસ (૨) છેદ અને (૩) તાપ આ ત્રણ પરીક્ષાથી થાય છે. ભગવાને ઇંદ્રભૂતિ ગૌતમને તો એના મનની શંકા બતાવી દેવા દ્વારા પોતાની સર્વજ્ઞતાની અને તેથી પોતાના વચનોની સત્યતાની ખાતરી કરાવી દીધી.આજે આપણને પણ વનસ્પતિમાં જીવ, શબ્દ આકાશનો ગુણ નહીં, પણ પુલ- દ્રવ્યનો ગુણ વગેરે વાતોથી ભગવાન સર્વજ્ઞ હતા, એની ખાતરી થાય છે, તેથી જ તેઓએ કહેલા વચનોરૂપ આગમ પણ પ્રમાણભૂત છે. આ આગમથી પણ આત્મા પરિણામી નિત્ય છે, પોતાના કર્મોનો કર્તા અને ભોક્તા છે. આત્માના બંધ-મોક્ષ છે. મોક્ષના ઉપાયો છે. તથા અરૂપી એવો આત્મા સંસારી અવસ્થામાં શરીરને વ્યાપીને એ છે. ઇત્યાદિ વાત સિદ્ધ થાય છે. ઉપમાન પ્રમાણઃ જેમ શરીરમાં વાયુપ્રકોપ થાય, તો તેના સુસ્તી સંધિવા વગેરે કાર્યો દેખાય છે. આ કાર્યો ‘અદશ્ય એવો વાયુ શરીરમાં ભરાયો છે એમ સૂચવે છે. અને તે સૌને માન્ય છે. એમાં કોઇ પણ પ્રકારની હલન ચલન માટે અસમર્થ એવા જડ શરીરમાં જાતજાતની પ્રવૃત્તિઓ વાયુ જેવા જ કોક અદશ્ય પદાર્થથી || ૨૧૪ For Private & Personal Use Only www ba
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy