________________
વ્યા. || ભાગ ભજવે છે. આ કર્મો આત્માને વળગેલા છે. તેથી કર્મની સિદ્ધિ આત્માને સિદ્ધ કરે છે.
- ૬) ભ્રમ અને સંશય પણ સત્ વસ્તુમાટે જ થાય છે. ગધેડાના શિંગડા વગેરે જેવી અસતુ વસ્તુ અંગે ભ્રમ કે સંશય હોતો નથી.આત્માઅંગે ભ્રમ કે સંશયો થતા દેખાય છે. માટે જ આત્મા સિદ્ધ થાય છે.
૭) જીવના શરીર કરતા ભિન્ન પર્યાયવાચી શબ્દો મળે છે, જેમ કે શરીરના દેડ, કાયા વગેરે પર્યાયવાચી શબ્દો છે. જ્યારે જીવના આત્મા, ચેતન વગેરે પર્યાયવાચી શબ્દો છે. તેથી શરીરથી ભિન્ન આત્માની સિદ્ધ થાય છે.
૮) પ્રાયઃ બધાને આરામ ગમે છે, પણ ધંધો આરામ કરતાં વધુ ગમે છે. તેથી આરામ છોડી ધંધે જાય છે, ધંધા કરતાં પણ ધન - પૈસો વહાલો છે, તેથી જુના ધંધામાં કમાણી ન દેખાય, તો ધંધો બદલે છે. ધન કરતાં પુત્રવધુ પ્રિય છે, તેથી મહેનતથી કમાયેલો પૈસો પુત્રની માંદગી વગેરે વખતે પાણીની જેમ વાપરી નાંખે છે. પણ જ્યારે સુવાવડ વખતે ડોક્ટરએમ કહે કે બેમાંથી એક બચશે, મા અથવા પુત્ર. બોલો તમારી શું ઇચ્છા છે? ત્યારે બાપ કહે છે, મૂળ હશે, તોવ્યાજ ફરીથી મળશે! બાળકની બાને બચાવો! આમ એવા અવસરે પુત્ર કરતાં પત્નીપર વધુ પ્રેમ દેખાય છે. પણ આગ લાગવા વગેરે પ્રસંગે પ્રથમ પોતાને બચાવી લઇ પછી જ પત્નીને બચાવવા પ્રયત્ન કરે છે. આમ જીવન પત્નીથી પણ વધુ વહાલું છે. આમ શરીર અને જીવન સૌથી વડાલા હોવા છતાં કેટલાક માણસ ઇજ્જત બચાવવા આત્મહત્યા કરી એનો નાશ કરે છે, ત્યારે સવાલ થાય છે કે આ ઇજ્જત કોની? જવાબ એ જ છે કે જીવની- આત્માની. કેટલાકને જાતિસ્મરણશાન થતું દેખાય છે. એડગર કેસીએ હીપ્નોટીઝમના માધ્યમે ઘણી વ્યક્તિઓને એમની ઉંમર કરતા પણ પૂર્વે શું કરતાં હતા? એમ પૂછ્યું. ત્યારે એ હિપ્નોટાઇઝ થયેલી વ્યક્તિ પોતાની ભાષા, હાવભાવ બદલી પૂર્વ ભવની વાત કરતી નોંધાઇ છે, આત્માના અસ્તિત્વની આ મજબૂત સાબિતી છે. આત્માની સિદ્ધિ કરતાં આવા તો હજી ઘણાં અનુમાનો છે.
૨૧૩
dan Education Intematona
E & Feste Use On
www
bary ID