________________
૨) શરીર મકાન છે. એમાં મગજ ઓફિસના સ્થાને છે. ઇંદ્રિયો પાંચ બારી છે, પેટ પાકખાનું છે, મળમૂત્રમાટે પાયખાનું છે. મન મેનેજર છે, તો કોક માલિક હોવો જોઇએ. ( ૩) ઇંદ્રિયો અને શરીર નોકરની જેમ કોકના આદેશ મુજબ વર્તે છે. ક્યારેક આંખ ઊંચી થાય છે, તો ક્યારેક કાન સરવા થાય છે. શરીર ઊઠે છે, બેસે છે, ચાલે છે, કોકના નિર્દેશ પર. આ આદેશકર્તા કોણ? કહો આત્મા, મન નહીં, કેમકે મનને પણ આત્માની દોરવણી મળે છે. મનને તો કડવી દવા પીવી નથી. છતાં મન મારીને પણ દવા પીવી પડે છે. અહીં મનપર પણ કોકની સત્તા ચાલે છે. ડાયાબિટીશ વગેરે વખતે મન તો મીઠાઇ ખાવા લલચાય છે,મનને અટકાવે છે આત્મા. આત્માની જીજીવિષા. મનના વિચારો બદલવાનું કામ પણ કોણ કરે છે? માનો કે તમે શાકભાજી લાવવામાં ભૂલકણા છો. પત્નીએ તમને બે લીંબુ, પાંચ મરચાં, અડધો કીલો તુરિયા લાવવા માર્કેટ મોકલ્યા. ભલામણ કરી છે કે ગરબડ કરતા નહીં અને કશું ભૂલતા નહીં. તમારું મન લીંબુ-મરચા-તુરિયા ગોખવામાં પડ્યું છે. ત્યાં અચાનક ઝબકારો થયો. ઓહ! અત્યારે તો એક પાર્ટી આવવાની છે. એની સાથે સોદો કરવાનો છે. અને તમે દિશા બદલી ઘરતરફ પાછા ફરો છો. અહીં મનના વિચારો, અને પગની દિશા બદલવાનું કામ કોણે કર્યું ?કહો – આત્માએ. એ જ રીતે ઘણીવાર મનમાં તો આવી જાય છે કે ‘આ પ્રમાણે સંભાળાવી દઉં” છતાં ત્યાં બ્રેક લાગે છે. હૈયે હોય છે, તેને હોઠે લાવતા અટકાવે છે કોણ? કહો આત્મા.
૪) નવા જન્મેલા બાળકને જે આહારની અભિલાષા થાય છે, અને તે શીખવાડ્યા વગર સ્તનપાનઆદિ પ્રવૃત્તિ કરવા માંડે છે, એ જ એની આ પ્રવૃત્તિ જન્માંતરથી સંસ્કારરૂપે આવેલી છે તેની અને તેથી જન્માન્તરમાં પણ અસ્તિત્વ ધરાવતા આત્માની સિદ્ધિ કરે છે.
૫) માતા- પિતા કરતાં બાળકને સંતાનમાં રૂપ વગેરે અંગે તથા સ્વભાવઆદિ અંગે દેખાતી વિલક્ષણતાઓ પાછળ એના જન્માન્તરના સંસ્કાર અને કર્મો | ૨૧૨
dalin Education Memational
wwwbery