________________
ડો. રાધાકૃષ્ણન ઇગ્લેંડ કેમ્બ્રીજ યુનિવર્સીટીમાં આત્મા અને ધર્મપર પ્રવચન આપતા હતા. દલીલો સાથે આત્માની સિદ્ધિ કરી રહ્યા હતા. ત્યારે એક વિદ્યાર્થીએ કહ્યું- હુંઆત્મામાં માનતો નથી. જો હોય તો મને દેખાડો. રાધાકૃષ્ણને કહ્યું-હું બુદ્ધિ વગરના માણસોના પ્રશ્નોનો જવાબ નથી આપતો. પેલા વિદ્યાર્થીએ કહ્યું - હું અહીંનો સ્કોલર છું. આમ હું બુદ્ધિશાળી હોવા છતાં, તમે મને બુદ્ધિ વિનાનો કેવી રીતે કહી શકો? રાધાકૃષ્ણને કહ્યું-તમારામાં બુદ્ધિ હોય, તો મને દેખાડો. પેલાએ કહ્યું- બુદ્ધિ એ દેખાડવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. રાધાકૃષ્ણને કહ્યું – બરાબર છે. નહીં દેખાતી વસ્તુ પણ જો મનથી અનુભવાતી હોય, તો તેનો અભાવ ન કહી શકાય. આ જ વાત આત્મા માટે છે. પેલો વિદ્યાર્થી ચૂપ થઈ ગયો. ઘડાનો આકાર અને રંગ આ ગુણોથી ‘ઘડો’ દ્રવ્ય દેખાય છે. આમ ગુણથી ગુણી પ્રત્યક્ષ થાય છે. બુદ્ધિ-સુખ-દુઃખ વગેરે ગુણો આત્માના છે, (શરીરસાથે આ ગુણોને લેવા-દેવા નથી, તેથી એ બધાના માનસ પ્રત્યક્ષથી એ ગુણોવાળો આત્મામાન પ્રત્યક્ષ થાય છે. ઇત્યાદિરીતે આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે. વળી વસ્તુની અનુપલબ્ધિમાત્રથી વસ્તુનો અભાવના કહી શકાય. વિશેષાવશ્યક ભાષ્યમાં વિદ્યમાન વસ્તુની અનુપલબ્ધિના એક વીસ કારણો બતાવ્યા છે, જેમ કે હિમાલય વગેરે ઘણા દૂર હોવાથી દેખાતા નથી, આંખમાં ગયેલી રજકણ ઘણી નજીક હોવાથી દેખાતી નથી, પરમાણુઓ સૂક્ષ્મ હોવાથી દેખાતા નથી. એક પ્રોફેસરને કોકે પૂછ્યું - તમારા કેટલા ચશ્મા છે? પ્રોફેસરે કહ્યું - ત્રણ પેલાએ આશ્ચર્યથી પૂછયું- ત્રણ? પ્રોફેસરે કહ્યું – હા.... એક દૂરના, એક વાંચવાના અને એક આ બંને ચશ્મા શોધવાના ! કહેવાની વાત એ છે કે આંખ નબળી હોય, તો પણ ઘણી વખત વસ્તુ દેખાતી નથી... માટે નક્કી થાય છે કે આપણને ઉપલબ્ધ ન થાય એટલામાત્રથી એનો અભાવ ન કહી શકાય.
અનુમાન પ્રમાણઃ ૧) જેમ પહેરવાના કપડા વ્યવસ્થિત દેખાય, તો તેને પહેરનારો કોઇક છે, એવું અનુમાન થાય છે, એમ વ્યવસ્થિત શરીર દેખાય છે, તો એના આધારે એ શરીરને ભોગવનારો કોઇક છે, તે નકકી થાય છે, કેમ કે શરીર પણ ભોગ્ય વસ્તુ છે.
૨૧૧
dan Education Wemational
For Private & Fersonal Use Only
w
ine baryo